24 October, 2026 10:34 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ
મધ્ય પ્રદેશનાં વિવિધ શહેરનાં કૉર્પોરેશન દ્વારા કરાયેલી ખરીદીમાં એક ભયાનક કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લાં ૩ વર્ષમાં રાજ્યની ૩૭૪ નગરપાલિકાઓ અને નિગમો દ્વારા ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પરથી ૧૧૩૪ કરોડ રૂપિયાની શંકાસ્પદ ખરીદી કરવામાં આવી હતી. આ કૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પાંચ રૂપિયામાં મળતું એક લીટર ફિનાઇલ સરકાર દ્વારા ૩૩,૫૦૦ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. એવી જ રીતે ૬૦ વૉટની લાઇટ એમિટિંગ ડાયોડ (LED) લાઇટ સામાન્ય રીતે ૩૦૦ રૂપિયાની આસપાસ મળતી હોય છે. જોકે ભોપાલમાં ૧૧,૮૦૦ રૂપિયાના ભાવે ખરીદવામાં આવી હતી.