19 January, 2026 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
નવી ઉદ્ઘાટન કરાયેલી વંદે ભારત સ્લીપર ટ્રેનના ફ્લોર પર ફેંકવામાં આવેલો કચરો દર્શાવતો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે આક્રોશ ફેલાવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળના માલદાથી પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. હાવડાને ગુવાહાટીના કામાખ્યા જંક્શન સાથે જોડતી અત્યાધુનિક સ્લીપર સેવા આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન છે. આ ટ્રેનના વાઇરલ થયેલા વિડિયોમાં ખાલી કપ અને વપરાયેલી ચમચી ટ્રેનના ફ્લોર પર પથરાયેલાં જોવા મળે છે. આ ફુટેજ ટ્રેનના ઉદ્ઘાટન-દિવસનું હોવાનું માનવામાં આવે છે.
વિડિયો બનાવનારી વ્યક્તિએ ટ્રેનમાં કચરા તરફ કૅમેરા દર્શાવીને કહ્યું હતું કે ‘યે દેખ લો આપ. અબ યે રેલવે કી ગલતી હૈ, સરકાર કી ગલતી હૈ યા ખુદ કી ગલતી હૈ?