`મોદી`એ ફરી ઉભી કરી મુશ્કેલી,રાહુલ ગાંધીને પટના કોર્ટ તરફથી સમન, જાણો સમગ્ર મામલો

30 March, 2023 02:53 PM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Congress Rahul Gandhi)ની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં બે વર્ષ સજા અને પછી સાંસદ સભ્ય ગુમાવ્યા બાદ હવે પટનાની એક અદાલતે તેમને સમન પાઠવ્યું છે.

રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Congress Rahul Gandhi)ની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં બે વર્ષની સજા અને પછી સાંસદ સભ્ય ગુમાવ્યા બાદ હવે પટનાની એક અદાલતે તેમને સમન પાઠવ્યું છે. પટનાના એમપી એમએલએ કોર્ટે રાહુલ ગાંધી(Rahul gandhi)ને 12 એપ્રિલે રજૂ થવા કહ્યું છે. આ મામલો મોદી સરનેમ સાથે સંબંધિત છે. બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપ સાંસદ સુશીલ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. જોકે, 12 એપ્રિલે કોર્ટ સમક્ષ તેમના રજૂ થવાની સંભાવના ખુબ જ ઓછી છે. 

એક રિપોર્ટ અનુસાર માનહાની કેસ મામલે ફરયાદીપક્ષ તરફથી બધા સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યાં છે. આ કેસમાં રાહુલ ગાંધી આરોપી છે. હવે તેમનું નિવેદન નોંધવામાં આવશે. આના માટે એમપી એમએલએ કોર્ટે 12 એપ્રિલની તારીખ નક્કી કરી છે. રાહુલ ગાંધીને સમન મોકલી દેવામાં આવ્યું છે. 

સુત્રો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર થશે નહીં. તેમના વકીલ રજૂ થવાની તારીખને લંબાવવા માટે અરજી દાખલ કરી શકે છે. 

આ પણ વાંચો: 9 વર્ષની ઈન્સ્ટા ક્વીને નજીવી બાબતે કરી આત્મહત્યા, પિતાએ કહ્યું હતું કે ભણવામાં ધ્યાન આપ

શું છે મામલો?

બીજેપી નેતા સુશીલ મોદીએ વર્ષ 2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ પટના કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપ છે કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મોદીને ચોર કરી સમગ્ર સમુદાયનું અપમાન કર્યુ છે. રાહુલ ગાંધી કોર્ટમાં સરેન્ડર થઈ પહેલેથી જ જામીન લઈ ચૂક્યા છે. 

આ જ મામલે ગત દિવસોમાં સુરત કોર્ટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવતા 2 વર્ષની સજા સંભળાવી હતી. ત્યાર બાદ તેમની લોકસભા સભ્યતા પણ રદ્દ કરવામાં આવી. જોકે, સુરત કોર્ટે તેમને ઉપરી અદાલતમાં અપીલ કરવાનો સમય આપતા જેલ જવા પર 30 દિવસ માટે રોક લગાવી છે. બીજેપીએ સુરતની જેમ પટનામાં પણ રાહુલ ગાંધી વિરુદ્ધ મજબુતીથી કેસ લડવાની રણનીતિ બનાવી છે.

national news rahul gandhi bihar bharatiya janata party