પાકિસ્તાને અબ્દાલી બૅલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને ભારતને ફેંક્યો પડકાર

05 May, 2025 06:59 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ખૂબ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે. આ દરમ્યાન ભારત દ્વારા સતત મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન પાકિસ્તાને પણ મિસાઇલ-પરીક્ષણ કર્યું છે અને એનો વિડિયો પણ શૅર કર્યો છે.

પાકિસ્તાને અબ્દાલી બૅલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરીને ભારતને ફેંક્યો પડકાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ખૂબ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે. આ દરમ્યાન ભારત દ્વારા સતત મિસાઇલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન પાકિસ્તાને પણ મિસાઇલ-પરીક્ષણ કર્યું છે અને એનો વિડિયો પણ શૅર કર્યો છે. પાકિસ્તાને ૪૫૦ કિલોમીટર અંતરવાળી જમીન પર વાર કરવામાં સક્ષમ અબ્દાલી બૅલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. પાકિસ્તાનના સોનમિયાની રેન્જમાં આ મિસાઇલનું પરીક્ષણ થયું છે. આ પરીક્ષણ ઑપરેશનલ યુઝર-ટ્રાયલનો ભાગ હતો. અહીંથી પરમાણુ-સક્ષમ મિસાઇલ દળોની દેખરેખ કરવામાં આવે છે. 

pakistan Pahalgam Terror Attack terror attack national news international news india