29 April, 2025 10:16 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પહલગામ આતંકવાદી હુમલા બાદ PoK (પાકિસ્તાનના કબજામાં રહેલું કાશ્મીર)માં આતંકવાદીઓને લૉન્ચ-પૅડથી ખસેડીને આર્મી-શેલ્ટર્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને કહ્યું કે તેઓ આર્મી-શેલ્ટર અથવા બન્કરોમાં જતા રહે. સુરક્ષા એજન્સીના જણાવ્યા મુજબ આતંકવાદી PoK સ્થિત લૉન્ચ-પૅડથી ગાઇડ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં પહોંચે છે. હાલ સુરક્ષા એજન્સીઓએ આવા કેટલાક લૉન્ચ-પૅડની ઓળખ કરી લીધી છે. કાશ્મીરના કેલ, સારડી, દુધનિયાલ, અથમુકમ, જુરા, લીપા, પછિબન, ફૉર્વર્ડ કહુટા, કોટલી, ખુઇરત્તા, મંધાર, નિકૈલ, ચમનકોટ અને જાનકોટેમાં અમુક લૉન્ચ-પૅડમાં આતંકવાદીઓ આશરો લેતા હોય છે. સીમા પર વધતા તનાવ વચ્ચે કાશ્મીરમાં LoC પાસે રહેનારા લોકોની પણ સુરક્ષાની વ્યવસ્થા કરાઈ છે. અમુક વર્ષોની શાંતિ બાદ LoC નજીક અને PoKમાં રહેતા કાશ્મીરીઓની ચિંતા ફરી વધી છે.
અટૅક પછી પણ આનંદમાં
બાવીસમી એપ્રિલે પહલગામ નજીક બૈસરન વૅલીમાં આતંકવાદીઓએ હાહાકાર મચાવ્યો એ પછી પણ ગુલબર્ગમાં ટૂરિસ્ટો મજા માણતા જોવા મળ્યા હતા.