09 August, 2025 11:39 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિપ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજ્યસભામાં જાણકારી આપી હતી કે ૨૦૨૪માં ૯૯,૫૧,૭૨૨ વિદેશી પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી, જ્યારે ૩ કરોડથી વધુ ભારતીયોએ વિદેશપ્રવાસ કર્યો હતો. ૨૦૨૩માં આ સંખ્યા ૯૫,૨૦,૯૨૮ હતી, જ્યારે ૨૦૨૨માં ૬૪,૩૭,૪૬૭ વિદેશી પ્રવાસીઓ દેશમાં આવ્યા હતા.
૨૦૨૪માં સૌથી વધુ ૧૮,૦૪,૫૮૬ વિદેશી પ્રવાસીઓ અમેરિકાથી આવ્યા હતા. ત્યાર બાદ ૧૭,૫૦,૧૬૫ બંગલાદેશથી અને ત્રીજા સ્થાને યુનાઇટેડ કિંગડમથી ૧૦,૨૨,૫૮૭ પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. બીજી તરફ ૨૦૨૪માં ૭૭ લાખથી વધુ ભારતીય નાગરિકોએ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ની મુલાકાત લીધી હતી. ૩૪,૨૩,૭૧૧ ભારતીય નાગરિકોએ સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી, જ્યારે ૨૧,૪૩,૯૦૯ ભારતીય નાગરિકોએ અમેરિકાની મુલાકાત લીધી હતી.