શું આ સ્વામીએ 9 મહિના પહેલા જ ભારત-પાકિસ્તાન યુદ્ધની આગાહી કરી હતી? જુઓ વીડિયો

08 May, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Operation Sindoor બાદ સોશિયલ મીડિયા પર આ ઘટના ખૂબ ચર્ચામાં છે અને લોકો દ્વારા ભારતીય સેનાની પ્રશંસા કરવામાં આવી રહી છે. ત્યારે જ આ વિશે અનેક વીડિયોઝ વાયરલ થયા હતા. આવા અનેક વાયરલ વીડિયોઝમાં એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું, જુઓ આ વીડિયો.

રણવીર અલ્હાબાદિયાના શૉ પર સ્વામી યોગેશ્વરાનંદ ગિરિ

પહલગામ હુમલામાં ૨૬ લોકોના મૃત્યુ બાદ ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો છે. આ હુમલાને પગલે ભારતીય સેનાએ પાકિસ્તાન અને Pok (Pakistan Occupied Kashmir)માં ટારગેટેડ સ્ટ્રાઇક કરીને ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું. 7 મે બુધવારે વહેલી સવારે આ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. આ 

નિશ્ચિત લક્ષ્યો પર હુમલો
આ સંદર્ભમાં સવારે 1:44ના જાહેર કરાયેલા નિવેદન મુજબ, આ સ્ટ્રાઈક વિશે માહિતી આપવામાં આવી કે ભારતે ‘નવ સ્થળો’ને નિશાન બનાવ્યા, જેમાં હુમલાઓને ‘નિયંત્રિત અને સાવધાનીપૂર્વક’ કરવામાં આવ્યા. નોંધનીય છે કે, આ હુમલામાં પાકિસ્તાની સૈન્ય સુવિધાઓને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.

સોશ્યલ મીડિયા પર પ્રતિક્રિયા
હુમલા બાદ ભારતીય સોશિયલ મીડિયા પર આ ઘટના ખૂબ ચર્ચામાં છે અને લોકો દ્વારા ભારતીય સેનાની પ્રશંસા કરવામાં આવી.  ત્યારે જ આ વિશે અનેક વીડિયોઝ વાયરલ થયા હતા. આવા અનેક વાયરલ વીડિયોઝમાં એક વીડિયોએ બધાનું ધ્યાન ખેંચ્યું, જેમાં એક સ્વામી ભારતના ભવિષ્ય અંગેની ટિપ્પણીઓ કરતાં જોવા મળે છે.

સ્વામી યોગેશ્વરાનંદ ગિરિનું ‘પૂર્વાનુમાન’
આ તમામ પૂર્વાનુમાનમાં સ્વામી યોગેશ્વરાનંદ ગિરિનો ૨૦૨૪નો એક ઈન્ટરવ્યુ ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં સ્વામીએ ભારતના ભવિષ્ય અંગે કહ્યું હતું કે, ‘ભારતનો ભવિષ્ય બદલાશે. 30 મે, ૨૦૨૫ પછી તમે ભારતમાં મોટા ફેરફાર જોશો.’

યૂટ્યૂબ પર શેર થયેલો ઈન્ટરવ્યુ
સ્વામી યોગેશ્વરાનંદ ગિરિનો આ ઈન્ટરવ્યુ યૂટ્યૂબ પર રણવીર અલ્હાબાદિયાની ચેનલ `ધ રણવીર શૉ પૉડકાસ્ટ` દ્વારા 9 મહિના પહેલા પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઈન્ટરવ્યુએ 3 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા છે.

સ્વામીનો દાવો: ભારતનો સુવર્ણ યુગ
સ્વામી યોગેશ્વરાનંદ ગિરિએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘છેલ્લા એક હજાર વર્ષ ભારત માટે મુશ્કેલ રહ્યા છે, પરંતુ ૩૦ મે, ૨૦૨૫ પછી ભારતનો સુવર્ણ યુગ શરૂ થશે.’ સ્વામીએ પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ભારત હવે તેના સુવર્ણ યુગમાં પ્રવેશી રહ્યું છે. આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અને લોકો દ્વારા સ્વામીના નિવેદન અને ઑપરેશન સિંદૂર વચ્ચેના સંયોગ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

પહલગામ હુમલો: શું છે ઘટનાક્રમ?
26/11 પછીનો સૌથી મોટો હુમલો ગણાતો આ હુમલો જમ્મુ-કાશ્મીરના બૈસરાન મેદાનમાં થયો હતો. આતંકવાદીઓએ ‘કેમોફ્લેજ વસ્ત્રો’ (Camouflage) પહેરીને ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોનું મૃત્યુ નિપજ્યું હતું. આ હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (The Resistance Front)એ લીધી હતી, જે લશ્કર-એ-તૈયબાની (Lashkar-e-Taiba) એક શાખા છે.

ઉલ્લેખનીય છે કે `ઑપરેશન સિંદૂર` બાદ પોતાની હતાશા વ્યક્ત કરવા માટે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Line of Control - LOC) પર આખી રાત ગોળીબાર કર્યો. સંરક્ષણ સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા રાતોરાત કરવામાં આવેલા ભારે ગોળીબારમાં ૭ ભારતીય નાગરિકો માર્યા ગયા છે અને 38 લોકો ઘાયલ થયા છે. 

operation sindoor Pahalgam Terror Attack india pakistan Pakistan occupied Kashmir Pok ranveer allahbadia youtube viral videos social media national news news