Operation Mahadev: પહલગામ હુમલાના 96 દિવસ પછી ભારતીય સેનાએ કર્યા 3 આતંકી ઠાર

29 July, 2025 06:56 AM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

Operation Mahadev: અમરનાથ યાત્રા દરમિયાન શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. સેનાના જવાનોએ આતંકવાદીઓને મારવા માટે `ઑપરેશન મહાદેવ` શરૂ કર્યું છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સઘન સર્ચ ઑપરેશન ચાલુ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના 96 દિવસ પછી, ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. આ હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જવાબમાં શરૂ કરાયેલ ઑપરેશન મહાદેવ હવે આતંકવાદીઓ માટે "ગેમ ઓવર" સાબિત થયું છે. શ્રીનગરમાં તાજેતરમાં થયેલી એક એન્કાઉન્ટરમાં, ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમને પહલગામ હુમલા સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.

અમરનાથ યાત્રા 2025 પહેલા શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આતંકવાદીઓને મારવા માટે સેનાએ `ઑપરેશન મહાદેવ` શરૂ કર્યું છે. ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી, હવે માહિતી મળી રહી છે કે સેનાએ ત્રણેયને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સઘન સર્ચ ઑપરેશન ચાલુ છે.

મળતી માહિતી મુજબ, સોમવારે શ્રીનગર જિલ્લાના હરવાન વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઑપરેશન દરમિયાન ગોળીબારના અવાજો સંભળાયા હતા. શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો. જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે બે આતંકવાદીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઑપરેશનમાં 50 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR), 24 RR, શ્રીનગર પોલીસ અને CRPF ની ટીમો સામેલ છે.

અમરનાથ યાત્રા 2025 દરમિયાન શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. સેનાના જવાનોએ આતંકવાદીઓને મારવા માટે `ઑપરેશન મહાદેવ` શરૂ કર્યું છે.

પહેલા ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી હતી, હવે એવી માહિતી મળી છે કે સેનાએ ત્રણેયને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને મોટા પાયે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સેનાના જણાવ્યા અનુસાર, સોમવારે શ્રીનગરના હરવાનના લિડવાસ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા તેના X હેન્ડલ પર કરવામાં આવેલી પોસ્ટમાં, એવી માહિતી આપવામાં આવી છે કે લિડવાસ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે અને ઑપરેશન હજી પણ ચાલુ છે.

દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમે મહાદેવ નજીક મુલનારના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષા દળો શંકાસ્પદ સ્થળની નજીક પહોંચતાની સાથે જ છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.

ઑપરેશન પર નજર રાખવા માટે સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રારંભિક માહિતી મુજબ પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) સંગઠનના આતંકવાદીઓનું એક જૂથ આ વિસ્તારમાં ફસાયેલું છે. ઑપરેશન ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

indian army Pahalgam Terror Attack terror attack jammu and kashmir Pakistan occupied Kashmir Pok kashmir pakistan social media national news news srinagar