Operation Keller: જમ્મુ-કાશ્મીરના શેપિયાંમાં 3 આતંકી ઠાર,ભારતીય સેનાનો સપાટો

14 May, 2025 06:59 AM IST  |  Shopian | Gujarati Mid-day Online Correspondent

Operation Keller: ઑપરેશન સિંદૂર બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ફરી એકવાર હરકતમાં આવ્યા છે. મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી અથડામણ શરૂ થઈ હતી. સતત ગોળીબાર બાદ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો.

ઑપરેશન કેલર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ઑપરેશન સિંદૂર બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો ફરી એકવાર હરકતમાં આવ્યા છે. મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી અથડામણ શરૂ થઈ હતી. સતત ગોળીબાર બાદ સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. પછી થોડી વારમાં, વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા. આ એન્કાઉન્ટર શોપિયાના જામ્પાથ્રી કેલર વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.  પહેલો આતંકી શાહિદ અહમદ શોપિયાંના ચોટિપોરા હીરપોરાનો રહેવાસી હતો. તે 08 માર્ચ, 2023ના રોજ લશ્કરમાં સામેલ થયો હતો.  બીજો આતંકવાદી અદનાન શફી શોપિયાના વંદુના મેલહોરાનો રહેવાસી હતો. તે 18 ઓક્ટોબર, 2024 ના રોજ શોપિયાના વાચીમાં સ્થળાંતરિત મજૂરની હત્યામાં સામેલ હતો. ત્રીજો આતંકવાદી આમીર અહેમદ ડાર હતો જે 28 વર્ષનો હતો.

સુરક્ષા દળોને માહિતી મળી હતી કે દક્ષિણ કાશ્મીરના શોપિયાના જામ્પાથ્રી વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. આ આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. સુરક્ષા દળોએ સર્ચ ઑપરેશન હાથ ધર્યું. આ દરમિયાન, સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઠેકાણાને ચારે બાજુથી ઘેરી લીધો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓને સરેન્ડર કરવા કહ્યું હતું. આ ઉપરાંત મહારાષ્ટ્ર સાયબર સેલે જણાવ્યું હતું કે પહલગામ હુમલા પછી, પાકિસ્તાની અને બાંગ્લાદેશી હેકર્સે ભારતમાં 15 લાખ સાયબર હુમલા કર્યા હતા. તેમાંથી ફક્ત 150 જ સફળ થયા.

આતંકવાદીઓએ ગોળીબાર કર્યો
સુરક્ષા દળોથી ઘેરાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. આ દરમિયાન સુરક્ષા દળોએ પણ ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી. સતત ગોળીબાર થઈ રહ્યો હતો. આખરે એક આતંકવાદીને ગોળી વાગી અને તે નીચે પડી ગયો. આ સમય દરમિયાન બે આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુરક્ષા દળોએ તેમને પણ ઠાર કર્યા હતા.

શોધ દરમિયાન મળી આવેલી વસ્તુઓ
ત્રણેય આંતકવાદીઓને ઠાર ખર્યા બાદ શોધખોળ દરમિયાન, સુરક્ષા દળોને મોટી માત્રામાં દારૂગોળો, હથિયારો અને ઘણા ગુપ્ત દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સંગઠન સાથે સંકળાયેલા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલાક વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી હોવાથી ઑપરેશન ચાલુ રાખવામાં આવશે.

દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના શુક્રુ કેલર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં વધુ એક મોટી અપડેટ સામે આવી છે. મળતી માહિતી મુજબ, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. સૈનિકો દ્વારા માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ શાહિદ કુટ્ટે અને અદનાન શફી તરીકે થઈ છે. તમને જણાવી દઈએ કે માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ઑપરેશન કેલર હેઠળ, 13 મે 2025ના રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટની ગુપ્ત માહિતીના આધારે, શોપિયામાં આતંકવાદીઓની હાજરી મળી આવી હતી. ત્યારબાદ સેનાએ આ ઑપરેશન હાથ ધર્યું હતું. 

આ એન્કાઉન્ટર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ અને તેમને સમર્થન આપતી કરતી સરકાર વચ્ચે કોઈ ભેદ પાડ્યા વિના હુમલાઓ દ્વારા આતંકવાદનો બદલો લેવાનું વચન આપ્યાના એક દિવસ પછી થયું છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઑપરેશન સિંદૂર પર સોમવારે રાત્રે પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ આખા ભારત-પાકિસ્તાન વિવાદ બાદ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને ભવિષ્ય માટે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી હતી.

operation keller operation sindoor indian army Pahalgam Terror Attack jammu and kashmir kashmir south kashmir national news news