23 August, 2025 01:11 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઓડિશામાં એક સરકારી સ્કૂલની બીજા ધોરણની વિદ્યાર્થિનીને રાતોરાત સ્કૂલના બિલ્ડિંગની અંદર બંધ કરી દેવામાં આવી હતી. સ્કૂલ પૂરી થયા પછી શિક્ષકોએ સ્કૂલ બંધ કરી દીધી હતી, પરંતુ છોકરી ક્લાસમાં સૂતી હતી. સ્કૂલ બંધ કરતાં પહેલાં વર્ગોની બરાબર તપાસ કરવામાં આવી નહોતી.
બીજા દિવસે સવારે ગ્રામજનોએ છોકરીને બારીના લોખંડના સળિયામાં ફસાયેલી જોઈ હતી. પ્રશાસન અને બચાવટીમની મદદથી તેને બહાર કાઢીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ઉપચાર બાદ તેની હાલત સ્થિર છે. ક્લાસના દરવાજા બંધ હોવાથી છોકરી બારીમાંથી બહાર આવવાના પ્રયાસમાં સળિયામાં ફસાઈ ગઈ હતી. છોકરીને બારીના સળિયામાંથી બહાર કાઢવાનો વિડિયો વાઇરલ થયા બાદ ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને સ્કૂલના બેદરકાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પ્રશાસને તપાસનો આદેશ આપ્યો છે.