18 June, 2025 11:50 AM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રવિવારે સાંજે ઓડિશાના ગંજમ જિલ્લાના ગોપાલપુર દરિયાકિનારા પર ૨૦ વર્ષની કૉલેજિયન પર ૧૦ જણની ગૅન્ગે સામૂહિક બળાત્કાર કર્યો હતો. આરોપીઓએ આ યુવતીના બૉયફ્રેન્ડની પહેલાં મારપીટ કરીને તેને બાંધી દીધો હતો અને પછી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ કેસમાં સાત આરોપીની ધરપકડ કરી છે.
પ્રાઇવેટ કૉલેજની અન્ડરગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ તેના બૉયફ્રેન્ડ સાથે રાતે સાડાનવ વાગ્યે બીચ પર ગઈ હતી ત્યારે ૧૦ જણ તેમની પાસે આવ્યા હતા. આ આરોપીઓએ તેમના ફોટોગ્રાફ લેવાની શરૂઆત કરી હતી અને એ ફોટોગ્રાફને વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. પછી કૉલેજિયનના બૉયફ્રેન્ડની મારપીટ કરીને તેને બાંધી દીધો હતો. ત્યાર બાદ કૉલેજિયનને નજીકના એક ઘરમાં લઈ જઈને તેના પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. ૧૦ જણે વારાફરતી તેના પર બળાત્કાર કર્યો હતો.
બળાત્કારનો ભોગ બનેલી યુવતી રાતે ૧૧ વાગ્યે પોલીસ-સ્ટેશને પહોંચી હતી. શરૂઆતમાં તે ફરિયાદ નોંધાવવામાં ખચકાટ અનુભવતી હતી, પરંતુ તેના બૉયફ્રેન્ડે તેને ફરિયાદ નોંધાવવા માટે સમજાવી હતી.
મગરોનું રેતશિલ્પ
ગઈ કાલે વર્લ્ડ ક્રૉકોડાઇલ ડે નિમિત્તે વિખ્યાત સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે ઓડિશાના પુરીના દરિયાકિનારે ઓડિશાના પ્રોજેક્ટ ક્રૉકોડાઇલનાં ૫૦ વર્ષનું નિરૂપણ કરતું રેતશિલ્પ બનાવ્યું હતું