નોએડા પોલીસને મળેલી ૨૮ પાનાંની ડાયરીએ ખોલ્યાં રાઝ

25 April, 2026 09:18 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બંગલાદેશની જેમ જેન-ઝીની ફોજ ઊભી કરીને દેશમાં પણ સત્તાપરિવર્તન કરવાના કાવતરાનો થયો પર્દાફાશ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સરકારવિરોધી વિચારધારા ધરાવતા જેન-ઝીના યુવાનોની એક ફોજ ઊભી કરીને દેશમાં બંગલાદેશની જેમ સત્તાપરિવર્તન કરાવવાની ઇચ્છા ધરાવતા એક કાવતરાનો પર્દાફાશ થયો છે. આ સંદર્ભમાં નોએડા પોલીસને ૨૮ પાનાંની એક ડાયરી મળી છે. આ ગ્રુપ જેન-ઝીને સ્લીપર સેલ તરીકે તૈયાર કરી રહ્યું હતું. એક ટીમ નૅશનલ કૅપિટલ રીજન (NCR) સહિત દેશભરમાં જેન-ઝી જૂથોને ઓળખી રહી હતી, જ્યારે બીજી ટીમ આ જેન-ઝી જૂથની ભરતી માટે લીડ તરીકે કામ કરી રહી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલી ડાયરીમાં આના પુરાવા મળી આવ્યા છે. આ ડાયરી હિમાંશુની હોવાનું કહેવાય છે. આ બધું બંગલાદેશ જેવાં જેન-ઝી જૂથોની સેના તૈયાર કરીને દેશમાં મોટો ખળભળાટ મચાવવાના કાવતરા તરફ ઇશારો કરે છે. નોએડા પોલીસ અને તપાસ-એજન્સી તપાસ કરી રહી છે.

જેન-ઝીએ બંગલાદેશ અને શ્રીલંકાથી લઈને નેપાલ સુધીના દેશોમાં શાસનપરિવર્તનને પ્રોત્સાહન આપ્યું છે. જેન-ઝી ૧૯૯૭થી ૨૦૧૨ વચ્ચે જન્મેલા લોકોનો ઉલ્લેખ કરે છે. તેમને ઇન્ટરનેટ અને ઇન્ટરનેટ મીડિયા સહિત આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ઊછરેલી પ્રથમ પેઢી માનવામાં આવે છે.

૨૮ પાનાંની ડાયરીમાં ૨૦ નામ

વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યા અનુસાર પોલીસ પાસે ૨૮ પાનાંની ડાયરીમાં ૨૦ નામ વિશે માહિતી છે. આ જેન-ઝી સભ્યો ઇન્ટરનેટ પર રાષ્ટ્રવિરોધી અને સરકારવિરોધી વિચારો વ્યક્ત કરે છે અને કૅમ્પસમાં સરકારવિરોધી ભાષણ આપે છે. મુશ્કેલી ઊભી કરનારાઓની એક ટીમ તેમના વતી કામ કરે છે. તેમનો સંપર્ક કરવામાં આવે છે અને સંગઠનની નીતિઓ અને પ્રક્રિયાઓ વિશે માહિતી આપવામાં આવે છે. તેમનું બ્રેઇનવૉશ કરવામાં આવે છે અને ભવિષ્યમાં તેમનો સ્લીપર સેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

તેમનામાંનો રૂપેશ પોતાને ઑટો-ડ્રાઇવર તરીકે ઓળખાવે છે, પરંતુ વાસ્તવમાં તે એક સામાજિક કાર્યકર છે. આદિત્ય એન્જિનિયર છે, જ્યારે મનીષાએ બારમું ધોરણ પાસ કર્યું છે અને કપડાની ફૅક્ટરીમાં કામ કરે છે. સૃષ્ટિ રવીન્દ્ર થિયેટર-કલાકાર છે. આકૃતિ ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તે અને હિમાંશુ ડૉક્ટરેટ કરી રહ્યાં છે. સત્યમ વર્મા લખનઉ અને દિલ્હીમાં પત્રકાર રહી ચૂક્યો છે અને તે જટિલ ગ્રંથોના અનુવાદમાં નિષ્ણાત છે જેમાં અનેક કૃતિઓનો સમાવેશ છે.

greater noida noida bangladesh sri lanka indian government national news news