શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે નીતિશ કુમાર, NCP ચીફનું મોટું નિવેદન

08 May, 2023 08:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે સોમવારે કહ્યું હતું કે તેઓ 11 મેના રોજ મુંબઈની મુલાકાત દરમિયાન બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને મળશે

ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણી પહેલા મજબૂત વિપક્ષનું આંદોલન ફરી તેજ બન્યું છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે સોમવારે કહ્યું હતું કે તેઓ 11 મેના રોજ મુંબઈની મુલાકાત દરમિયાન બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર (CM Nitish Kumar)ને મળશે. તેમનું માનવું છે કે દેશને વર્તમાન ભાજપના નેતૃત્વવાળી સરકારના વિકલ્પની જરૂર છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, શરદ પવારે કહ્યું છે કે, “મને સંદેશ મળ્યો છે કે નીતિશ કુમાર 11 મેના રોજ મુંબઈ આવી રહ્યા છે. અમે મળીશું, જોકે મારી પાસે તેના વિશે સંપૂર્ણ માહિતી નથી. અમારો મત એ છે કે દેશને એક વિકલ્પની જરૂર છે.”

`બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર`

NCP વડાએ કહ્યું છે કે, “જે લોકો યોગદાન આપવા માગે છે, તે નીતિશ હોય કે મમતા, મને લાગે છે કે આપણે બધાએ આ માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે.”

તે જ સમયે, પવારે એમ પણ કહ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં તેમના રાજકીય સાથી શિવસેના (યુબીટી) અને કૉંગ્રેસ (મહા વિકાસ અઘાડી) સાથે લોકસભા બેઠકોની વહેંચણી પર કોઈ ચર્ચા થઈ નથી. તેમણે કહ્યું કે, “મહા વિકાસ અઘાડીના નેતાઓ સાથે બેસીને બેઠક વહેંચણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરશે. આવી બેઠકો પહેલાં કોઈ ચોક્કસ લોકસભા બેઠક પર દાવો કરવાનો કોઈ અર્થ નથી.”

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં કેરલ સ્ટોરી પર પ્રતિબંધ, શાંતિ જાળવવા માટે મમતા સરકારનો નિર્ણય

નીતિશ કુમારની બેઠકોનો દોર

તે જ સમયે, નીતિશ કુમાર ગયા મહિને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા છે. આ ક્રમમાં ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક મંગળવારે અને નીતિશ કુમાર ગુરુવારે મુંબઈમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે મળવાના છે.

mumbai news mumbai nationalist congress party sharad pawar uddhav thackeray nitish kumar