NIAએ દિલ્હીમાં કરી CRPF જવાનની ધરપકડ, સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ

27 May, 2025 08:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ધરપકડ બાદ CRPF નિયમો અનુસાર જવાનને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દિલ્હીથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના એક જવાનની ધરપકડ કરી છે. આરોપ છે કે તે દેશ સાથેની સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતો હતો. જવાનને માહિતી મોકલવા બદલ પૈસા મળતા હતા. આ કામ માટે તેણે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો.

ઑપરેશન સિંદૂર પછી દેશમાંથી ઘણા જાસૂસો પકડાયા છે. તાજેતરમાં જ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા સહિત અનેક લોકોની જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. NIAએ CRPF જવાનની પૂછપરછ શરૂ કરી દીધી છે. તે સોશ્યલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના સંપર્કમાં આવ્યો હતો. ધરપકડ બાદ CRPF નિયમો અનુસાર જવાનને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે.

central reserve police force new delhi pakistan operation sindoor youtube social media national news news