01 April, 2026 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સાયન હૉસ્પિટલના એક્સ-રે ડિપાર્ટમેન્ટમાં ગઈ કાલે સવારે ૧૧.૫૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ આગમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું. હૉસ્પિટલના ડીન ડૉક્ટર પ્રમોદ ઇંગળેના કહેવા અનુસાર એક્સ-રે ડિપાર્ટમેન્ટના ઍર-કન્ડિશન યુનિટમાં બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી જેને કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો. એને કારણે દરદીઓ અને સ્ટાફ-મેમ્બર્સમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કોઈ ઇક્વિપમેન્ટને આ આગમાં નુકસાન થયું નથી. થોડું ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. સાવચેતીના પગલારૂપે બધા જ દરદીઓને સેફ્લી શિફટ કરવામાં આવ્યા હતા.’