ટીકા લગવાઓગે તો બાર બાર મિલેંગે, લાપરવાહી કરોગે તો હરિદ્વાર મેં મિલેંગે

04 June, 2021 02:07 PM IST  |  New Delhi | Agency

મધ્ય પ્રદેશમાં પ્રચલિત થયાં સૂત્રો અને જોડકણાં

પ્રતીકાત્મક તસવીર

ભોપાલની એક સામાજિક સંસ્થા અને નૅશનલ કાઉન્સિલ ફૉર સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી કમ્યુનિકેશન (એન.સી.એસ.ટી.સી.)ના સંયુક્ત ઉપક્રમે ઍન્ટિ-કોવિડ વૅક્સિનેશન તરફ લોકોને શબ્દોની ચતુરાઈભર્યાં જોડકણાં અને સૂત્રો વડે આકર્ષવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. ભોપાલ શહેરની બહાર પચાસેક ટ્રકો, ટેમ્પો અને ટ્રૅક્ટર ટ્રૉલીઓને રોકીને એના માલિકોને સમજાવીને એ વાહનો પર ખાસ ઍન્ટિ-કોવિડ વૅક્સિનને ધ્યાનમાં રાખીને રચાયેલાં સૂત્રો-જોડકણાં લખવા-ચીતરવામાં આવ્યાં છે. એ વાહનો ગામડાં-શહેરોમાં ફરતાં રહેતાં હોવાથી લાખો લોકો  વાંચે એવી શક્યતા રહે છે. આવું અભિયાન હોશંગાબાદ તથા અન્ય જિલ્લાઓમાં પણ હાથ ધરવામાં આવ્યું છે.’

1. ટીકા લગવાઓગે તો બાર બાર મિલેંગે, લાપરવાહી કરોગે તો હરિદ્વાર મેં મિલેંગે
2. મૈં ખૂબસૂરત હૂં, ઝિંદગીભર સાથ દૂંગી: વૅક્સિન ઝરુર લગવાના
3. દેખો મગર પ્યાર સે, કોરોના ડરતા હૈ વૅક્સિન કી માર સે
4. હંસ મત પગલી પ્યાર હો જાએગા, ટીકા લગવા લે કોરોના હાર જાએગા

national news coronavirus covid19 covid vaccine vaccination drive bhopal madhya pradesh