૧૦૦થી વધુ સફાઈ-કર્મચારીઓએ જંતરમંતર પર કૉક્રૉચોએ કરેલો બાવન ટન કચરો દૂર કર્યો

27 July, 2026 09:51 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટૉલ્સ્ટૉય માર્ગ, જંતરમંતર, સંસદ માર્ગ, જયસિંહ માર્ગ અને કનૉટ પ્લેસ વિસ્તારમાં સ્વચ્છતા ટીમો તહેનાત કરવામાં આવી હતી

૭૫ સફાઈ-કર્મચારીઓને તો રાતોરાત સાફસફાઈ અભિયાનમાં જોડી દેવામાં આવ્યા હતા

નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)એ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-આંદોલનને સમેટી લેવામાં આવ્યા બાદ જંતરમંતર અને આસપાસના વિસ્તારોને સાફ કરવા માટે ૧૦૦થી વધુ સફાઈ-કર્મચારીઓ, ભારે વાહનો અને યાંત્રિક સાધનો તહેનાત કર્યાં હતાં અને બાવન ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓ વિખેરાઈ ગયા બાદ વિરોધ-સ્થળ અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ ૬૦ ટન કચરો દૂર થવાની ધારણા છે.

ટૉલ્સ્ટૉય માર્ગ, જંતરમંતર, સંસદ માર્ગ, જયસિંહ માર્ગ અને કનૉટ પ્લેસ વિસ્તારમાં સ્વચ્છતા ટીમો તહેનાત કરવામાં આવી હતી. ૭૫ સફાઈ-કર્મચારીઓને તો રાતોરાત સાફસફાઈ અભિયાનમાં જોડી દેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ૩૫ને સવારે ડ્યુટી પર મોકલવામાં આવ્યા હતા. કામગીરીને ઝડપી બનાવવા માટે NDMCએ ૮ ઑટો-ટિપર, બે હેવી ટ્રક, એક એક્સકેવેટર અને ૩ પ્રેશર જેટિંગ મશીનો તહેનાત કર્યાં હતાં. જંતરમંતરની આસપાસના રસ્તાઓ ધોવા અને સાફ કરવા માટે જેટિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

cockroach janata party jantar mantar new delhi political news national news news