તીર્થસ્થળ જ બની રહેશે સમેતશિખર, પ્રવાસન સ્થળમાં પરિવર્તિત નહીં કરાય

19 January, 2023 11:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મંગળવારે આ મામલે થયેલી સુનાવણી દરમ્યાન ઝારખંડ સરકારે એવી ખાતરી આપી હતી કે બહુ જલદી આ મામલે આદેશ બહાર પાડવામાં આવશે.’

જૈનોનું પવિત્ર સ્થળ સમેતશિખરજી

નવી દિલ્હી : નૅશનલ કમિશન ફૉર માઇનોરિટીના (એનસીએમ) અધ્યક્ષ ઇકબાલ સિંહ લાલપુરાએ ગઈ કાલે કહ્યું હતું કે કેન્દ્ર તથા ઝારખંડ સરકારે નક્કી કર્યું છે કે જૈનોનું પવિત્ર સ્થળ સમેતશિખરજી તીર્થસ્થળ જ બની રહેશે, એને પ્રવાસન સ્થળમાં પરિવર્તિત નહીં કરવામાં આવે. મંગળવારે આ મામલે થયેલી સુનાવણી દરમ્યાન ઝારખંડ સરકારે એવી ખાતરી આપી હતી કે બહુ જલદી આ મામલે આદેશ બહાર પાડવામાં આવશે.’

ઇકબાલ સિંહે ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘ઝારખંડમાં આવેલા સમેતશિખરજી મામલે જૈનો વિરોધ કરી રહ્યા હતા. ત્યાં દારૂ અને માંસ નહીં મળે. અમે અમારી ભલામણોના સ્વીકાર બદલ કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારના આભારી છીએ.’ 

ઝારખંડ સરકારે સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના કરેલા નિર્ણયને લઈને જૈન સમાજનાં ઘણાં પ્રતિનિધિમંડળે એનસીએમને મળીને વિવિધ રજૂઆતો કરી હતી. 

national news new delhi jharkhand