12 June, 2025 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશસ્વી સોલંકી
નૌકાદળની લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકીને દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની Aide-de-Camp (ADC) તરીકે નિયુક્ત કરવામાં આવી છે. પહેલી વાર કોઈ મહિલા અધિકારીને આ માનનીય અને પ્રતિષ્ઠિત જવાબદારી સોંપવામાં આવી છે.
લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી હરિયાણાના ચરખી દાદરીની રહેવાસી છે. તે ૨૦૧૨માં નૌકાદળમાં જોડાઈ હતી. તેના પિતા સરકારી સ્કૂલમાં શિક્ષક છે અને માતા ગૃહિણી છે.
ADC એટલે શું?
ADC એટલે કે Aide-de-Camp એક લશ્કરી અધિકારી છે જે રાષ્ટ્રપતિના અંગત લશ્કરી સહાયક તરીકે કામ કરે છે. આ અધિકારીઓ સતત રાષ્ટ્રપતિ સાથે હોય છે. તેઓ તેમને મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં માર્ગદર્શન આપે છે. તેઓ વ્યૂહાત્મક માહિતી અને સહાય પૂરી પાડે છે. રાષ્ટ્રપતિ પાસે સામાન્ય રીતે પાંચ ADC હોય છે - ત્રણ આર્મીમાંથી, એક ઍરફોર્સમાંથી અને એક નેવીમાંથી. પહેલી વાર કોઈ મહિલા અધિકારીને નૌકાદળ તરફથી આ પદ મળ્યું છે.