PMએ NCC કેડેટ્સને કર્યા સંબોધિત, દેશ નિર્માણમાં યુવાનોની મોટી જવાબદારી- મોદી

26 January, 2023 02:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

યુવાન દેશની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી પણ યુવાનો છે. દેશના નિર્માણની સૌથી મોટી જવાબદારી પણ યુવાનોના ખભે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) બુધવારે એનસીસી કેડેટ્સ એનએસએસ સ્વયંસેવક જનજાતીય અતિથિઓ અને ઝાંખી કલાકારો સાથે વાતચીત કરી. પીએમ મોદીએ કહ્યું કે આ યુવા સંવાદના બે કારણોથી મને વિશેષ મહત્વનું લાગે છે. એક તો એટલા માટે, કારણકે યુવાનોમાં ઊર્જા હોય છે, તાજગી હોય છે, જોશ હોય છે, જનૂન અને નવીનતા હોય છે. પીએમએ કહ્યું કે તમારા માધ્યમથી બધી સકારાત્મકતા મને નિરંતર પ્રેરિત કરતી રહે છે. બીજું, યુવાન દેશની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી પણ યુવાનો છે. દેશના નિર્માણની સૌથી મોટી જવાબદારી પણ યુવાનોના ખભે છે.

પીએમએ એનસીસી અને એનએસએસના કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનસીસી અને એનએસએસ એવા સંગઠન છે, જે યુવાન પેઢીને રાષ્ટ્રીય લક્ષ્યથી, રાષ્ટ્રીય સરકારોને જોડે છે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં જે રીતે NCC અને NSSના વૉલિન્ટિયર્સે દેશના સામર્થ્યને વધાર્યું, તેનો આખા દેશે અનુભવ કર્યો છે. પીએમએ કહ્યું કે આજે દેશમાં યુવાનોના જીતવાના નવા અવસર છે, તે અભૂતપૂર્વ છે. આજે દેશ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાન ચલાવે છે.

આ પણ વાંચો : દેશને મળશે પહેલી મેડ ઇન ઇન્ડિયા નેઝલ વેક્સિન iNCOVACC, ગણતંત્ર દિવસે થશે લૉન્ચ

જી-20ની અધ્યક્ષતા પર પીએમએ લોકોને કરી અપીલ
પીએમ મોદીએ કહ્યું કે સ્પેસ સેક્ટરથી લઈને પર્યાવરણ અને હવામાન સાથે જોડાયેલા પડકાર સુધી ભારત આજે આખા વિશ્વના ભવિષ્ય માટે કામ કરે છે. તેમણે કહ્યું કે આ વર્ષે આપણો દેશ ભારત જી-20ની અધ્યક્ષતા પણ કરી રહ્યો છે. આ ભારત માટે એક મોટી તક છે. તમે આ વિશે ચોક્કસ વાંચો, સ્કૂલ, કૉલેજમાં પણ આ મુદ્દે ચર્ચા કરો. પીએમએ કહ્યું કે આ સમય દેશ પોતાના વારસા પર ગર્વ અને ગુલામીની માનસિકતાથી મુક્તિનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યો છે.

national news narendra modi republic day