midday

પીએમ મોદીએ અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી હતી

09 March, 2021 10:08 AM IST  |  New Delhi | Agency

પીએમ મોદીએ અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વિડિયો કૉન્ફરન્સિંગ મારફત આયોજિત એક સમિતિની બેઠકને સંબોધી હતી. 
તસવીર : એ. એફ. પી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વિડિયો કૉન્ફરન્સિંગ મારફત આયોજિત એક સમિતિની બેઠકને સંબોધી હતી. તસવીર : એ. એફ. પી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓની ‘ઉદ્યોગ સાહસિકતા, સર્જનશીલતા અને ભારતીય સંસ્કૃતિ’ને વેગ આપતાં ઘણાં ઉત્પાદનોની ખરીદી કરીને અનોખી રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી હતી.

‘આત્મનિર્ભર’ બનવાના ભારતના પ્રયાસમાં મહિલાઓ અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે, જેને પગલે વડા પ્રધાને લોકોને મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન પૂરું પાડવા માટે કટિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

તેમણે તામિલનાડુના ટોડા આદિવાસી સમુદાયના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી શાલ, નાગાલેન્ડની પરંપરાગત શાલ, ગોંદ પેપર પેઇન્ટિંગ વગેરે ચીજો ખરીદી હતી.

narendra modi national news new delhi international womens day womens day