અંબાણી, અદાણી, ટાટા કરતાં પણ મારો સમય અધિક મૂલ્યવાન, આવું શા માટે કહ્યું બાબા રામદેવે

20 February, 2023 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બાબા રામદેવ (Baba Ramdev) એ કહ્યું ક અહીં ત્રણ દીવસ તેમનું રહેવું એ અંબાણી(Mukesh Ambani) અને અદાણી (Gautam Adani) જેવી અરબોપતિના સમય કરતા પણ અધિક મૂલ્યવાન હતું. 

બાબા રામદેવ

યોગ ગુરુ બાબા રામદેવ(Baba Ramdev)પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એક વાર  ભારતીય બિઝનેસમેન્સને લઈ તેમનું નિવેદન સામે આવ્યું છે. રવિવારે તેમણે કહ્યું કે કોર્પોરેટ પોતાનો 99 ટકા સમયનો ઉપયોગ પોતાના હિત માટે કરે છે, જ્યારે કે સંતનો સમય બધાની ભલાઈ માટે હોય છે. તેમણે એમ પણ કહ્યું કે અહીં ત્રણ દીવસ તેમનું રહેવું એ અંબાણી(Mukesh Ambani) અને અદાણી (Gautam Adani) જેવી અરબોપતિના સમય કરતા પણ અધિક મૂલ્યવાન હતું. 

બાબા રામદેવ પોતાના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને સન્માનિત કરવા માટે આયોજિત એક સમારોહમાં સંબોધન કરી રહ્યા હતાં ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. આ સમારોહમાં મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત અને કેન્દ્રિય મંત્રી શ્રીપદ નાઈક પણ હાજર રહ્યાં હતાં. 

તેમણે વધુમાં ઉમેર્યુ કે હું હરિદ્વારથી ત્રણ દિવસ માટે અહીં આવ્યો. મારા સમયનું મૂલ્ય અદાણી,અંબાણી, ટાટા અને બિરલા કરતાં પણ અધિક છે. કોર્પોરેટ તેમનો 99 ટકા સમયનો ઉપયોગ પોતાના હિત માટે કરે છે, જ્યારે કે એક સંતના સમયનો ઉપયોગ બધાની ભલાઈ માટે થતો હોય છે. બાબા રામદેવ સમારોહમાં હાજરી આપવા ગોવામાં હતાં ત્યારે તેમણે આ શબ્દો ઉર્ચાયા હતાં. 

આ પણ વાંચો: સલમાન, શાહરુખ અને આમિર ખાન ડ્રગ્સનો કરે છે નશો, બાબા રામદેવે આપ્યું નિવેદન

આ સાથે જ બાબાએ પતંજલિને પુનર્જીવિત કરી આ વર્ષ દરમિયાન 40 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર વાળી કંપની બનાવવા માટે બાલકૃષ્ણાની પ્રશંસા કરી હતી. 

આ પહેલા બાબા રામદેવે એક કાર્યક્રમમાં મહિલા પર નિવેદન આપ્યું હતું. મહિલાઓ કંઈ ના પહેરે તો પણ સુંદર જ લાગે છે. તેમના આ નિવેદન બાદ ભારે વિવાદ ઉભો થયો હતો અને મહિલા આયોગે બાબા રામદેવને નોટિસ પણ મોકલી હતી. વધુ અહીં વાંચો Baba Ramdev: `કંઈ પણ પહેર્યા વિના મહિલા સુંદર લાગે છે`,જીભ લપસ્યા બાદ જોડ્યા હાથ

national news baba ramdev mukesh ambani gautam adani goa