14 June, 2026 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ચોમાસું બેસવામાં ઠાગાઠૈયા કરી રહ્યું છે ત્યારે આ વર્ષે જૂન મહિનામાં રેકૉર્ડ મિનિમમ ટેમ્પરેચર એટલે કે લઘુતમ તાપમાન નોંધાયું હતું. કોલાબામાં શુક્રવારે ૩૦.૦૨ મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું જે મુંબઈમાં જૂનમાં નોંધાયેલું સૌથી વધુ મિનિમમ ટેમ્પરેચર હતું. શનિવારે મુંબઈમાં વાદળિયું વાતાવરણ હતું અને વરસાદ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. છેલ્લાં ૫૭ વર્ષમાં જૂનમાં આ વર્ષે સૌથી વધુ મિનિમમ ટેમ્પરેચર રહ્યું છે. મૉન્સૂન ડિલે થતાં હીટવેવ હજી પણ ચાલી રહી છે એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.
જૂનના ઍવરેજ તાપમાન કરતાં ૩.૮ ડિગ્રી વધુ
કોલાબામાં મિનિમમ ટેમ્પરેચર ૩૦.૦૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું એ પહેલાંનાં વર્ષોમાં જૂનમાં નોંધાયેલા મિનિમમ ટેમ્પરેચર કરતાં ૩.૮ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું એટલે કે મુંબઈમાં જૂનમાં લઘુતમ તાપમાનમાં લગભગ ૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે જે ચિંતાજનક છે.