14 September, 2022 09:22 AM IST | Nathdwara | Gujarati Mid-day Correspondent
શ્રીનાથજી મંદિરમાં વિશાલબાવા સાથે મુકેશ અંબાણી.
નાથદ્વારાઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ સોમવારે ઉદેપુર નજીક આવેલા નાથદ્વારામાં જઈને શ્રીનાથજીનાં દર્શન કર્યાં હતાં. ધીરુભાઈ અંબાણી અને કોકિલાબહેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર શ્રીનાથજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. મુકેશ અંબાણીએ દીકરી ઈશા અંબાણીનાં લગ્નની ઉજવણીની શરૂઆત શ્રીનાથજીની મહાઆરતીથી કરી હતી. તો તેમનાં પત્ની નીતા અંબાણીએ પણ પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રી વલ્લભાચાર્યજી દ્વારા રચિત મધુરાષ્ટકમ પર એક નૃત્ય રજૂ કર્યું હતું. વલ્લભાચાર્યના પ્રથમ વંશજ ગોસ્વામી તિલકાયત રાકેશજી મહારાજ પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વડા છે. તિલકાયત મહારાજના પુત્ર વિશાલબાવા હવે દેશ-વિદેશમાં પુષ્ટિમાર્ગના ઉપદેશના પ્રચારની જવાબદારી સંભાળી રહ્યા છે. અંબાણી પરિવારની યુવા પેઢી પણ એમાં જોડાયેલી છે. મુકેશ અંબાણીએ તેમનાં પૂત્રવધૂ રાધિકા મર્ચન્ટ સાથે વિશાલબાવાના આશીર્વાદ લીધા હતા. વિશાલબાવાએ તેમને સમગ્ર દેશમાં 5G લૉન્ચ, રીટેલ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે રિલાયન્સ ગ્રુપનાં નવાં સાહસ માટે અભિનંદન આપ્યાં હતાં.