મહિલાઓ રોજ ૨૮૯ મિનિટ અને પુરુષ માત્ર ૮૮ મિનિટ કરે છે ઘરકામ

02 May, 2026 08:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહિલાઓ પુરુષો કરતાં ઘરકામમાં ત્રણગણો વધુ સમય વિતાવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓનું યોગદાન વધી રહ્યું હોવાનું કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ સ્ટૅટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MoSPI)ના એક રિપોર્ટમાં જાહેર થયું છે. ‘વિમેન ઍન્ડ મેન ઇન ઇન્ડિયા 2025’ શીર્ષક ધરાવતા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ ઘરકામમાં દરરોજ સરેરાશ ૨૮૯ મિનિટ વિતાવે છે, જ્યારે પુરુષો ફક્ત ૮૮ મિનિટનો સમય ફાળવે છે. આમ મહિલાઓ પુરુષો કરતાં ઘરકામમાં ત્રણગણો વધુ સમય વિતાવે છે. આટલું ઓછું હોય એમ મહિલાઓએ હવે બહાર નોકરી કરવા માટે પણ વધુ સમય ફાળવવો પડે છે.

india national news news