કેરળમાં આજે દસ્તક દઈ શકે છે ચોમાસું, જાહેર કરવામાં આવ્યું અલર્ટ

08 June, 2019 02:46 PM IST  |  કેરળ

કેરળમાં આજે દસ્તક દઈ શકે છે ચોમાસું, જાહેર કરવામાં આવ્યું અલર્ટ

કેરલ ગમે ત્યારે પહોંચશે ચોમાસું

આખો દેશ અત્યારે ગરમીનો માર સહન કરી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તાપમાનનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેથી આ ભીષણ ગરમીથી રાહત મળે. હવામાન વિભાગની આગાહી અનુસાર 7 જૂન બાદ વરસાદ પડવાનો હતો. એટલે કે આજના દિવસમા ગમે ત્યારે ચોમાસું કેરળ પહોંચી શકે છે.

હવામાન વિભાગના અનુસાર આગામી 24 કલાકમાં કેરળ પહોંચવાની સંભાવનાઓ છે. બુધવારે સ્કાઈમેટના વરિષ્ઠ વૈજ્ઞાનિકે પણ કહ્યું હતું કે હવે ગમે ત્યારે ચોમાસું કેરળમાં પહોંચી શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે આ વર્ષ ચોમાસું નબળું રહેશે. અલ નીનો અને ગ્લોબલ વૉર્મિંગના કારણે આ વર્ષે ચોમાસું નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

કેરળમાં રેડ અલર્ટ
હવામાન વિભાગે કહ્યું હતું કે જલ્દી જ કેરળમાં ચોમાસું પહોંચશે. પરંતુ આ વચ્ચે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગે રાજ્યના અનેક હિસ્સાઓમાં અલર્ટ જાહેર કર્યું હતું. કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપરએ 10 જૂને ત્રિશૂર અને 11 જૂને એર્નાકુલમ, મલપ્પુરમ અને કોઝિકોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

આ પણ વાંચોઃ ભારતમાં ઘરેલુ વાયુપ્રદૂષણથી સૌથી વધુ મોત થાય છે : રિપોર્ટ

ગયા વર્ષની કેરળની તબાહી કોઈ ભૂલી શક્યું નથી. જ્યારે કેરળ માટે આખી દુનિયાએ પ્રાર્થના કરી હતી. ગયા વર્ષે પણ કેરળના અનેક રાજ્યોમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું હતું. 2018માં કેરળ સદીના સૌથી ભીષણ પૂરની ચપેટમાં આવી ગયું હતું જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

mumbai monsoon kerala mumbai weather