ચોમાસાનું આગમન ચાર દિવસ મોડું થશે

17 May, 2023 11:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચોથી જૂનથી કેરલામાં શરૂ થશે વરસાદ : વિલંબની અસર સરેરાશ વરસાદ પર નહીં પડે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું મોડું આવશે એવી શક્યતા છે. કેરલામાં ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને આવતું હોય છે, પરંતુ આ વખતે ચોથી જૂને આવશે. જોકે, એમાં ચાર દિવસના ફેરફારની શક્યતા છે. દેશમાં ચોમાસાના આગમનની આગાહી કરવા માટે કેટલાંક પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ગયા વર્ષે કેરલામાં ચોમાસાનો પ્રારંભ ૨૯ મેએ થયો હતો. હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે છેલ્લાં ૧૮ વર્ષથી ચોમાસાની શરૂઆતની તારીખની આગાહી એકમાત્ર ૨૦૧૫ના વર્ષને બાદ કરતાં સાચી સાબિત થઈ હતી. ચોમાસાનો પ્રારંભ થોડો મોડો થશે, પરંતુ એની અસર સરેરાશ વરસાદ અને ખેતી પર નહીં પડે, કારણ કે આ બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી. ચોમાસું કેરલામાં મોડેથી જરૂર આવશે, પણ દેશભરને આવરી લેશે. જો મોચા વાવાઝોડું ૨૦ કે ૨૫ મેએ આવ્યું હોત તો એની અસર થઈ હોત, પરંતુ વાવાઝોડું એ પહેલાં જ શાંત થઈ ગયું છે. હવામાન ખાતાએ જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમ્યાન હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં ધૂળનાં તોફાન જોવા મળશે.

national news Weather Update mumbai monsoon Gujarat Rains mumbai rains new delhi