23 May, 2025 08:29 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
ભારતમાં મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. એમાં કુલ ૧૦૮ દેશોની સુંદરીઓએ ભાગ લીધો છે
સતત બીજા વર્ષે ભારતમાં મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. એમાં કુલ ૧૦૮ દેશોની સુંદરીઓએ ભાગ લીધો છે. સાતમી મેથી શરૂ થયેલી આ સ્પર્ધા અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૨૪ ફાઇનલિસ્ટોની પસંદગી થઈ ચૂકી છે અને હવે તેમની વચ્ચે આજે ટૅલન્ટ રાઉન્ડ યોજાશે. ગઈ કાલે સુંદરીઓએ વિવિધ કલાઓ જેવી કે શાસ્ત્રીય નૃત્ય, માટીકામ અને વાંસના ક્રાફ્ટવર્ક પર હાથ અજમાવ્યો હતો. મિસ વર્લ્ડની ફાઇનલ સ્પર્ધા ૩૧ મેએ થવાની છે.