કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમપ્રપાત બરફમાં ઘરો અને હોટેલો દટાયાં, CCTV કૅમેરામાં કેદ થઈ ઘટના

29 January, 2026 11:25 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના સરબલ વિસ્તારમાં થયેલા હિમપ્રપાતમાં ઘરો અને વાહનો ફસાઈ ગયાં હતાં

હિમપ્રપાતમાં ઘરો અને વાહનો ફસાઈ ગયાં હતાં

મંગળવારે રાત્રે ૧૦.૧૨ વાગ્યે જમ્મુ અને કાશ્મીરના જાણીતા ટૂરિસ્ટ-ડેસ્ટિનેશન સોનમર્ગમાં હિમપ્રપાત થયો હતો, જેને કારણે પર્વત પરથી મોટા પ્રમાણમાં બરફ પડવા લાગ્યો હતો અને નજીકનાં ઘરો અને હોટેલો તરફ ધસી આવ્યો હતો. આ આખી ઘટના ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. ગાંદરબલ જિલ્લાના સોનમર્ગના સરબલ વિસ્તારમાં થયેલા હિમપ્રપાતમાં ઘરો અને વાહનો ફસાઈ ગયાં હતાં. જોકે આ દુર્ઘટનામાં જાનહાનિના કે ઈજાના કોઈ અહેવાલ નથી. CCTV કૅમેરાના ફુટેજમાં એ ક્ષણ રેકૉર્ડ થઈ હતી જ્યારે બરફનું તોફાન આગળ વધ્યું હતું અને એના માર્ગમાં આવતી ઇમારતોને ઢાંકી દીધી હતી.

jammu and kashmir kashmir Weather Update national news news