01 May, 2025 02:36 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનીષ સિસોદિયા
કથિત લિકર-કૌભાંડ અને મની-લૉન્ડરિંગ બાદ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ PWD પ્રધાન સત્યેન્દ્ર જૈનનાં નામ વધુ એક કૌભાંડમાં આવ્યાં છે. ૨૦૦૦ કરોડ રૂપિયાના ક્લાસરૂમ-કૌભાંડ મામલે દિલ્હીની ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ આમ આદમી પાર્ટીના બન્ને નેતાઓ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધી છે. ACB ચીફ મધુર વર્માએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના કાર્યકાળમાં ૧૨,૭૪૮ ક્લાસરૂમ-બાંધકામમાં ૨૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. અરવિંદ કેજરીવાલની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા શિક્ષણ વિભાગ અને સત્યેન્દ્ર જૈન પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)નો ચાર્જ સંભાળી રહ્યા હતા. આ કૌભાંડમાં અન્ય સરકારી અધિકારીઓ અને કૉન્ટ્રૅક્ટર્સની સંડોવણી હોવાની શક્યતાઓ પર તપાસ ચાલી રહી છે.