કન્ઝ્યુમર કેસ નોંધાવવામાં દેશમાં મહારાષ્ટ્ર મોખરે, નિકાલદરમાં ઘણું પાછળ

20 March, 2026 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૦થી ૨૦૨૪ દરમ્યાન મહારાષ્ટ્રે ૧૯ મોટાં અને મધ્યમ કદનાં રાજ્યોમાં સૌથી ઓછો કેસ નિકાલદર નોંધાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

૨૦૨૦થી ૨૦૨૪ દરમ્યાન દેશમાં સૌથી વધુ કન્ઝ્યુમર કેસ મહારાષ્ટ્રમાં દાખલ થયા હતા, પરંતુ એનો નિકાલદર મોટાં અને મધ્યમ કદનાં રાજ્યોમાં સૌથી ઓછો રહ્યો હતો.

પાંચ વર્ષમાં સ્ટેટ કમિશનમાં ૯૧,૪૪૯ કેસ દાખલ કરવામાં આવ્યા છે. એમાં ચાર સર્કિટ, બે રીજનલ બેન્ચ અને ૪૦ જિલ્લા કમિશનનો સમાવેશ થાય છે. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (IJR) દ્વારા તૈયાર કરાયેલા કન્ઝ્યુમર જસ્ટિસ રિપોર્ટ મુજબ આ કેસમાંથી ૫૯,૦૬૭ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.

૨૦૨૦થી ૨૦૨૪ દરમ્યાન મહારાષ્ટ્રે ૧૯ મોટાં અને મધ્યમ કદનાં રાજ્યોમાં સૌથી ઓછો કેસ નિકાલદર નોંધાવ્યો હતો. કન્ઝ્યુમર કેસોનો નિકાલ લાવવામાં તામિલનાડુ ટોચ પર રહ્યું હતું. ત્યાર બાદ કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આવે છે.

મુંબઈના મેટ્રોપૉલિટન વિસ્તારમાં ૪ જિલ્લા કમિશન છે, જેણે ૨૦૨૨થી ૨૦૨૫ વચ્ચે દાખલ થયેલા ૪૩૮૮ કેસમાંથી માત્ર ૩૬ ટકા કેસ જ ક્લિયર કર્યા છે. એ માટે અપૂરતો સ્ટાફ જવાબદાર હોવાનું કમિશને જણાવ્યું હતું.

mumbai news mumbai maharashtra news maharashtra government maharashtra Crime News mumbai crime news consumer court