મધ્ય પ્રદેશમાં મા દુર્ગાની મૂર્તિના વિસર્જનમાં ટ્રૅક્ટર-ટ્રૉલી તળાવમાં પડી, ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા

03 October, 2025 07:48 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

જીવ ગુમાવનારાઓનાં શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતાં

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના અર્દલા ગામમાં દશેરાના દિવસે મા દુર્ગાની મૂર્તિઓના વિસર્જન દરમ્યાન એક અકસ્માત થયો હતો. એક ટ્રૅક્ટર-ટ્રૉલી તળાવમાં પડવાથી ૧૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એમાં મોટા ભાગનાં બાળકો હતાં. અકસ્માત સમયે તળાવ પર ભારે ભીડ હતી. લોકો ડૂબી રહ્યા હતા અને ચોમેર બચાવો-બચાવો ચિલ્લાઈ રહ્યા હતા ત્યારે પોલીસ અને રેસ્ક્યુ ટીમે તરત જ બચાવકાર્ય હાથ ધર્યું હતું. એમ છતાં ૧૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જીવ ગુમાવનારાઓનાં શબને પોસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યાં હતાં. 

national news india madhya pradesh road accident navratri