16 June, 2023 04:53 PM IST | Gwalior | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ગ્વાલિયર(Gwalior)માં પત્નીને પાડોશી યુવક સાથે મોબાઈલ પર વાત કરતી અટકાવવી પતિને મોંઘી પડી. પત્નીએ તેની વાત ન સાંભળી, જેના પર ગુસ્સે ભરાયેલા પતિએ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો. આ જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ. તેણે રાત્રે સૂતી વખતે તેના પતિ પર ઉકળતું તેલ રેડીને તેનો પ્રાઈવેટ પાર્ટ ખરાબ રીતે બાળી નાખ્યો હતો. આ ઘટના કંપુ પોલીસ સ્ટેશન વિસ્તારના માધવી નગરની છે. જ્યારે તેલથી બળી ગયેલા પીડિતે રાડો પાડી ત્યારે નજીકના લોકો ઘટનાસ્થળ પર પહોંચ્યા અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. પતિની ફરિયાદના આધારે પોલીસે ફરાર આરોપી પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો
ઘટના રાજય(Madhya Pradesh)ના ગ્વાલિયર (Gwalior)શહેરના કંપુ પોલીસ સ્ટેશન વિસ્તારના માધવી નગરની છે. અહીંના રહેવાસી 32 વર્ષીય સુનિલ ધાકડ પ્રા.શાળામાં નોકરી કરે છે તેમજ તેની પત્ની ભાવના સાથે રહે છે. થોડા દિવસો પહેલા પાડોશમાં રહેતી એક મહિલાએ સુનિલ સામે ફરિયાદ કરી હતી કે તેના ગયા પછી તેની પત્ની ભાવના તેના પતિ સાથે વાત કરે છે. આના પર તેણે ઘણી વખત સમજાવી પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. એક દિવસ સુનીલ ઘરે આવ્યો ત્યારે ભાવના યુવક સાથે મોબાઈલ પર વાત કરી રહી હતી. તેણે ઘણી વખત તેની પત્ની સાથે વાત કરવાની ના પાડી. પરંતુ તેણે મોબાઈલ પર વાત કરવાનું બંધ ન કર્યું. જેનાથી ગુસ્સે થઈને સુનિલે ભાવનાનો મોબાઈલ આંચકી લીધો હતો.
બીજી બાજુ ભાવના પણ ગુસ્સે થઈને જતી રહી. રાત્રે બે વાગ્યાના સુમારે પતિ ઉંઘી રહ્યો હતો ત્યારે ભાવનાએ ઉઠીને રસોડામાં તેલ ઉકાળીને તેના ઉપર ગરમ તેલ રેડ્યું હતું. તેલ એટલું ગરમ હતું કે તેના પ્રાઈવેટ પાર્ટ બળી ગયા હતા. પતિ પર તેલ નાખ્યા બાદ પત્ની ભાવના ભાગી ગઈ હતી.
પાડોશીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા
પીડાથી કંટાળી સુનીલે મદદ માટે બૂમો પાડી. આ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલ સુનીલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો. લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પતિના નિવેદનના આધારે પોલીસે પત્ની વિરુદ્ધ કેસ નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે.કંપુ પોલીસ સ્ટેશનના ટીઆઈ દીપક યાદવે જણાવ્યું કે આરોપીની શોધમાં પોલીસની ટીમો ઘણી જગ્યાએ મોકલવામાં આવી છે.