21 March, 2026 12:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
LPGની અછતને કારણે શુક્લાજી સ્ટ્રીટની બંધ દુકાન (તસવીર : અતુલ કાંબળે)
દેશમાં રાંધણગૅસની અછત ઊભી થઈ છે ત્યારે કેન્દ્રએ જણાવ્યું હતું કે ઘરેલુ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) ઉત્પાદનમાં ૪૦ ટકાનો વધારો થયો છે અને રીટેલ આઉટલેટ્સ પર ગૅસની અછત થઈ નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ૭૫૦૦થી વધુ ગ્રાહકોએ LPGના સ્થાને પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) કનેક્શન લીધાં છે. LPG સિલિન્ડરોના પૅનિક બુકિંગમાં ઘટાડો થયો છે અને ૯૩ ટકા બુકિંગ ઑનલાઇન થઈ રહ્યાં છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ગભરાટમાં થતા બુકિંગમાં ઘટાડો થયો છે અને છેલ્લા એક અઠવાડિયામાં ગ્રાહકોને ૧૧,૩૦૦ ટન કમર્શિયલ LPG પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.