15 May, 2024 10:25 AM IST | Assam | Gujarati Mid-day Online Correspondent
હેમંત બિસ્વા શર્માની ફાઇલ તસવીર
લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. સૌ પક્ષનાં નેતાઓ પોતપોતાની રીતે પ્રચારમાં જોડાયા છે. હવે પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ મલ્હોત્રાના સમર્થનમાં લક્ષ્મી નગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્મા (Assam CM Himanta Biswa Sarma)એ મોટું નિવેદન આપ્યું હતું. જે નિવેદને ફરી પાછું લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
મથુરા અને કાશીમાં ભવ્ય મંદિર બનાવવામાં આવશે
ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે શર્મા (Assam CM Himanta Biswa Sarma)એ જણાવ્યું હતું કે જો લોકસભા ચૂંટણીમાં ભાજપ 400નો આંકડો પાર કરશે તો મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ સ્થળ પર ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને તે જ રીતે કાશીમાં પણ જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવશે.
મોગલો પર નિશાન સાધતાં શર્માએ કહ્યું...
આ સાથે જ તેમણે (Assam CM Himanta Biswa Sarma) પોતાના ભાષણમાં ઉમેર્યું હતું કે મુગલોએ જે પણ કારનામા કર્યા હતા તેમાંથી હજુ ઘણું બધું સાફ કરવાનું બાકી છે. ભાજપે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું પોતાનું વચન પૂરું કર્યું છે, તેથી આ વખતની જીત પણ મોટી હોવી જોઈએ.
કોંગ્રેસને પણ લીધી આડે હાથ, કાશ્મીરનો ઉઠાવ્યો મુદ્દો
Lok Sabha Elections 2024: શર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જ જણાવ્યું હતું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કહેવામાં આવતું હતું કે કાશ્મીર ભારતની સાથે પણ છે અને તે પાકિસ્તાનની સાથે પણ છે તેમ જ તેની સંસદમાં કોઈ ચર્ચા થતી નહોતી. પરંતુ હવે છેલ્લા કેટલાક સમયથી કેટલાક દિવસોથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ લોકો ભારતીય ઝંડા લઈને ફરતા જોવા મળે છે.
અરવિંદ કેજરીવાલે માનસિક સંતુલન ગુમાવી દીધું છે
તેઓએ (Assam CM Himanta Biswa Sarma) કેજરીવાલ પર પણ આકરું નિશાન ટક્યું હતું. તેમણે ભત્રીજાવાદનો વિરોધ કરનારા અરવિંદ કેજરીવાલ હવે પત્નીને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. એમ કહ્યું હતું. કેજરીવાલ પોતે આલીશાન બંગલામાં રહે છે. કેજરીવાલ જે પણ કહે છે તે બરાબર ઊલટું કરે છે અને હવે તેણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે અને જ્યાં સુધી તે સ્વસ્થ થશે ત્યાં સુધીમાં ફરીથી જેલમાં જવાનો સમય આવી જશે.
તમને જણાવી દઈએ કે જાહેર સભા (Lok Sabha Elections 2024) બાદ પૂરી થયાં બાદ તેઓએ મીડિયા સાથે વાત કરી હતી. તે દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે કેજરીવાલે અત્યારસુધી ક્યારેય તેઓએ કોંગ્રેસ સાથે હાથ નહીં મિલાવવાનું વચન આપ્યું હતું, પણ તે હવે કોંગ્રેસના ખોળામાં બેસી ગયા છે અને કોંગ્રેસ સાથે ઈલુ ઈલુ કરી રહ્યા છે. આમ તેઓએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને પણ સુઓમોટો સંજ્ઞાન લેવા અને દિલ્હીના મુખ્યમંત્રી સામે પગલાં લેવાની માંગ કરી હતી.