રામમંદિર બાદ સીતામાતાના જન્મસ્થળે બનશે ભવ્ય સ્મારક

17 May, 2024 12:17 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહારના સીતામઢીમાં અમિત શાહનું પ્રૉમિસ

અમિત શાહ

ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે બિહારના સીતામઢીમાં હતા. આ એ જ સ્થળ છે જ્યાં સીતામાતાનો જન્મ થયો હતો. અમિત શાહે ચૂંટણીસભામાં બોલતાં જાહેરાત કરી હતી કે અયોધ્યામાં જે રીતે નરેન્દ્ર મોદીએ રામમંદિરનું નિર્માણ કર્યું છે એ જ રીતે સીતામઢીમાં મા સીતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. તેમણે કૉન્ગ્રેસના નેતાઓને ટોણો મારતાં કહ્યું હતું કે ‘જે લોકો રામમંદિરથી દૂર રહ્યા હતા તેઓ નહીં, માત્ર નરેન્દ્ર મોદી આ મંદિર બનાવી શકે એમ છે.’ 

Lok Sabha Election 2024 Lok Sabha ram mandir ayodhya bihar amit shah national news