લોકસભા 2019: રાહુલ છત્તીસગઢમાં કરી શકે છે 10 સભાઓ

19 February, 2019 05:01 PM IST  |  રાયપુર

લોકસભા 2019: રાહુલ છત્તીસગઢમાં કરી શકે છે 10 સભાઓ

રાહુલ ગાંધી છત્તીસગઢમાં કરશે સભા

છત્તીસગઢમાં વિધાનસભાની જીતનું લોકસભામાં પુનરાવર્તન કરવા માટે તમામ તૈયારીઓ કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ દરેક ક્ષેત્રમાં સભાનો પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. રાહુલની સભામાં એ વિધાનસભા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે, જ્યાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાછળ રહી ગઈ છે.

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ત્યાં રાહુલ બે સભાઓ કરી હતી. તેમને પહેલી સભા અટલનગર(નવું રાયપુર) અને બીજી બસ્તરના ધુરાગાંવમાં થઈ. તેમની પહેલી સભા ખેડૂતો અને બીજા આદિવાસીઓને સાધવા માટે થઈ હતી. હવે લોકસભા ચૂંટણીને જોતા પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઈચ્છે છે કે રાહુલ લોકસભા ક્ષેત્ર પ્રમાણે સભાઓ કરે. પ્રદેશમાં 11 લોકસભા બેઠકો છએ અને પીસીસી 10 સભાઓનો પ્રસ્તાવ બનાવી રહી છે. મતલબ, કોઈ બે લોકસભા વિસ્તારો એવા હોઈ શકે છે, જેમની વચ્ચે એક સભા હશે. બાકી નવ લોકસભા ક્ષેત્રમાં એક-એક સભા થઈ શકે છે. પીસીસીની કોશિશ રહેશે કે પહેલા તે વિધાનસભા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવે, જ્યાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાછળ રહી ગઈ છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 90માંથી 22 બેઠકોને હારનો સામનો કરવો પડ્યો હતો.

બિલાસપુર ક્ષેત્રમાં વધુ સભાઓ કરવાની જરૂર
રાહુલની સભા માટે પીસીસી જે ફૉર્મ્યૂલા પર પ્રસ્તાવ બનાવી રહી છે, તેના આધાર પર જોવામાં આવે તો બિલાસપુર વિસ્તારમાં વધુ સભા કરવાની જરૂર લાગી રહી છે. એનું કારણ એ છે કે બિલાસપુર વિસ્તારમાં 24 વિધાનસભા બેઠકો છે, જેમાંથી 12 બેઠકો પર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં રામપુર, મરવાહી, કોટા, બિલ્હા, બેલતરા, મસ્તૂરી, લોરમી, મુંગેલી, અકલતરા, જાંજગીર-ચાંપા, જૈજૈપુર, પામગઢ સામેલ છે. બિલાસપુર ક્ષેત્રમાં જ સૌથી વધુ ચાર લોકસભા સીટ બિલાસપુર, કોરબા, રાયગઢ અને જાંજગીર-ચાંપા છે. અત્યારે તમામ લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે.

સરગુજાનો ગઢ સુરક્ષિત માની રહી છે કોંગ્રેસ
વિધાનસભા ચૂંટણીની જેમ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સરગુજાના ગઢને સુરક્ષિત માની રહી છે. સરગુજા ક્ષેત્ર માટે એક લોકસભા સીટ સરગુજા છે, જ્યાની તમામ 14 બેઠકો પર કોંગ્રેસનો કબજો છે.

રાયપુરમાં બે સભાઓ પર વિચાર
રાયપુરમાં 20 વિધાનસભા બેઠકો છે, જેમાં 14 કોંગ્રેસ પાસે છે. લોકસભા બેઠકની વાત કરીએ તો રાયપુર અને મહાસમુંદ છે અને બંને ભાજપ પાસે છે. વિધાનસભા ચૂંટણીમાં છ બેઠકમાં પાછળ હોવાના કારણે અને બંને લોકસભા બેઠકો પર વિપક્ષનો કબજો હોવાના કારણે રાયપુર વિભાગમાં બે સભાઓ કરવાના વિચાર થઈ રહ્યો છે.

દુર્ગમાં થઈ શકે બે સભા
દુર્ગ વિભાગની 20 વિધાનસભા બેઠકમાંથી માત્ર વૈશાલીનગર, ખૈરાગઢ અને રાજનાંદગાંવમાં કોંગ્રેસ હારી છે. અહીં બે લોકસભામાંથી દુર્ગમાં કોંગ્રેસ અને રાજનાંદગાંવમાં ભાજપને જીત મળી હતી. જો કે વિધાનસભા બાદ અહીં કોંગ્રેસ પોતાને મજબૂત માની રહી છે.

બસ્તરમાં સીટ નથી ગુમાવવા માંગતી કોંગ્રેસ
આદિવાસી બહુમતિ ધરાવતા બસ્તર વિભાગમાં બે લોકસભા બેઠક બસ્તર અને કાંકેર છે. છેલ્લી ચૂંટણીમાં બંને બેઠકો પર ભાજપનો કબજો હતો. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં બસ્તર વિભાગમાં કોંગ્રેસની લહેર જોવા મળી હતી. અને તેને કોંગ્રેસ ગુમાવવા નથી માંગતા.

rahul gandhi congress Loksabha 2019