લિઆન્ડર પેસ અને નફિસા અલી ટીએમસીમાં જોડાયાં

30 October, 2021 10:13 AM IST  |  Panaji | Gujarati Mid-day Correspondent

ગોવા સ્થિત મૃણાલિની દેશપ્રભુ પણ ટીએમસીના સંસદસભ્ય ડેરેક ઓબ્રેઇનની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતાં

મમતા બૅનરજી અને લિઆન્ડર પેસ

ટેનિસ ખેલાડી લિઆન્ડર પેસ અને અભિનેત્રી નફિસા અલી ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની હાજરીમાં તૃણમૂલ કૉન્ગ્રેસમાં જોડાયાં હતાં. 
એક પત્રકાર-પરિષદમાં ૪૮ વર્ષના લિઆન્ડર પેસને આવકારતાં મમતા બૅનરજીએ તે જ્યારે ટીનેજમાં માત્ર ૧૪ વર્ષની વયે ઑલિમ્પિક બ્રૉન્ઝ મેડલ જીતી લાવ્યો હતો એ વખતની મુલાકાતની યાદ તાજી કરી હતી. તેમણે કહ્યું હતું કે હું જ્યારે તેમને પ્રથમ વાર મળી ત્યારે હું દેશની ખેલકૂદ ખાતાની પ્રધાન હતી. લિઆન્ડર પેસના ટીએમસીમાં પ્રવેશથી મને મારો નાનો ભાઈ મળ્યો છે. લિઆન્ડર પેસે પત્રકારોને જણાવ્યું હતું કે ટેનિસની રમતમાંથી નિવૃત્ત થયા બાદ હવે હું રાજકારણના માધ્યમથી લોકોની સેવા કરવા અને દેશમાં બદલાવ લાવવા ઇચ્છું છું. 
૧૯૭૬માં ફેમિના મિસ ઇન્ડિયાનું ટાઇટલ જીતનાર અને મિસ ઇન્ટરનૅશનલની સ્પર્ધામાં બીજી રનર- અપ રહેલી નફિસા અલી ૨૦૦૪માં દક્ષિણ કલકત્તાથી મમતા બૅનરજી સામે લોકસભાની ચૂંટણી લડી હતી. ગોવા સ્થિત મૃણાલિની દેશપ્રભુ પણ ટીએમસીના સંસદસભ્ય ડેરેક ઓબ્રેઇનની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતાં. 

national news trinamool congress mamata banerjee leander paes