12 June, 2025 09:35 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ યાદવનો ગઈ કાલે ૭૮મો જન્મદિવસ હતો. એ નિમિત્તે લાલુ યાદવના ઘરે લાડુ-કેક કાપવાનો વિડિયો વાઇરલ થયો હતો. લાલુએ ૭૮ કિલો વજનની લાડુ-કેક તલવારથી કાપી હતી. RJDના કાર્યકર્તાઓ લાલુના જન્મદિવસ પર ઢોલનગારાં વગાડીને ખૂબ નાચ્યા હતા.
જોકે આમાં પણ કેન્દ્રીય પ્રધાન અને હિન્દુસ્તાની અવામ મોરચાના પ્રમુખ જિતનરામ માંઝીએ સોશ્યલ મીડિયા પર ટોણો મારતાં લખ્યું હતું કે ‘લાઠીને તેલ પીવડાવીને સમાજને વહેંચનારાઓના વ્યવહારમાં બદલાવ આવી નથી જ શકતો. આજે જ્યારે સરકારમાં નથી ત્યારે સાહેબ તલવારથી કેક કાપે છે. ભૂલથી બેટવા કંઈક બની ગયા તો AK-47થી કેકને ઉડાડવામાં આવશે, હેંને લાલુજી.’