`પપ્પૂ...સાબિત કરો કે હું ભાગેડું છું` હવે બ્રિટેનમાં લલિત મોદી દાખલ કરશે કેસ?

30 March, 2023 03:28 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

લલિત મોદીએ આની સાથે વિપક્ષી નેતાઓને ફટકાર લગાડી અને `પ્રતિશોધ`ની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

IPLના સંસ્થાપક રહી ચૂકેલા લલિત મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આજે જબરજસ્ત આક્ષેપ મૂક્યા છે. લલિત મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તે કૉંગ્રેસ નેતા વિરુદ્ધ બ્રિટેનના કૉર્ટમાં કેસ પણ કરશે. હકિકતે, રાહુલ તેમની `મોદી સરનેમ`વાળી ટિપ્પ્ણી પર સંસદથી અયોગ્ય ઠેરવ્યા બાદ લલિત મોદીએ તે નિવેદનને આધાર બનાવીને બ્રિટેનની કૉર્ટમાં કેસ કરવાની વાત કરી છે.

ભાગેડુંવાળા નિવેદન પર માગી સ્પષ્ટતા
લલિત મોદીએ ટ્વીટની લાઈન લગાડતા કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે હું ભાગેડું છું, પણ આ વાતના શું પુરાવા છે. તેમણે પ્રશ્ન કર્યો કે કયા આધારે તેમને `ભાગેડું` કહેવામાં આવી રહ્યા છે અને કહ્યું કે તેમને ક્યારેય પણ દોષી ઠેરવવામાં આવ્યા નથી અને તે એક સામાન્ય નાગરિક છે. લલિત મોદીએ આની સાથે વિપક્ષી નેતાઓને ફટકાર લગાડી અને `પ્રતિશોધ`ની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો.

રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં લલિત મોદીને કહ્યા હતા ભાગેડું
લલિત મોદીનો આ હુમલો રાહુલ ગાંધીને 2019ને માનહાનિ મામલે મોદી ઉપનામ પર તેમની ટિપ્પણી માટે બે વર્ષની સજા આપવાના કેટલાક દિવસો પછી આવ્યા છે. આ નિવેદનને કારણે રાહુલને લોકસભાના સાંસદ તરીકે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા હતા. જણાવવાનું કે કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું, "કેવી રીતે બધા ચોરોને એક જ સરનેમ મોદી છે." આ દરમિયાન તેમણે લલિત મોદીને પણ ઘેર્યા હતા.

આ પણ વાંચો : ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ગુરુ Pope Francisની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

રાહુલની જેમ જ હું પણ સામાન્ય નાગરિક : લલિત મોદી
લલિત મોદીએ ટ્વીટમાં કહ્યું, "હું ટૉમ ડિક અને ગાંધીના લગભગ દરેક સહયોગીને વારંવાર એ કહેતા જોઉં છું કે હું ભાગેડું છં, પણ કેમ અને કેવી રીતે? મને આજ સુધી ક્યારે દોષી ઠેરવવામાં આવ્યા? લલિત મોદીએ કહ્યું કે હવે સામાન્ય નાગરિક બની ચૂકેલા પપ્પૂ ઉર્ફે રાહુલ ગાંધીની જેમ હું પણ સામાન્ય છું, પણ હવે કૉર્ટ લઈ જઈને તેમની ગેરસમજણ દૂર કરીશ. તેમણે કહ્યું કે આ બધા વિપક્ષી નેતાઓ પાસે કરવા માટે બીજું કંઈ નથી, આથી તે કાં તો ખોટી માહિતી રાખે છે કાં તો વેરની ભાવના ધરાવે છે."

national news rahul gandhi lalit modi great britain new delhi delhi news