05 January, 2026 05:36 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દિલ્હીના લક્ષ્મી નગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 2 જાન્યુઆરીના રોજ એક જૂથ દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના કપડાં ઉતારી મારવામાં આવ્યો હતો. આ ઘટના કૅમેરામાં કેદ થઈ હતી અને વીડિયો સામે આવ્યો હતો. અહેવાલ મુજબ, પીડિતને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો, અને તેમની પત્નીની પણ છેડતી કરવામાં આવી હતી. તેમ જ પીડિતના દીકરાને પણ જૂથ દ્વારા નગ્ન કરી મારવામાં આવ્યો હતો. પીડિતની ઓળખ રાજેશ ગર્ગ તરીકે થઈ છે. તેઓ લક્ષ્મી નગરમાં તેના ઘરના બેસમેન્ટમાં પત્ની સાથે જીમ ચલાવે છે. ગર્ગે આરોપ લગાવ્યો હતો કે જીમના કેરટેકર સતીશ યાદવે તેની પત્ની સાથે છેતરપિંડી કરી અને તેમના વ્યવસાય પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. આ અંગે બન્ને વચ્ચે ઝઘડો થયો. ગર્ગના આરોપ મુજબ, ઘટનાના દિવસે, યાદવ અને તેના માણસો પાણીના લીકેજની તપાસ કરવા માટે બેસમેન્ટમાં ગયા ત્યારે તેમણે તેમનો પીછો કર્યો હતો, અને પછી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. મામલો વધુ વણસ્યો અને જૂથે ગર્ગ પર હુમલો કર્યો.
પીડિતે એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઝઘડા દરમિયાન તેમની પત્નીની પણ છેડતી કરવામાં આવી હતી. જ્યારે ઝઘડો સાંભળીને પુત્ર નીચે આવ્યો, ત્યારે આરોપીઓએ તેને પકડી લીધો અને રસ્તા પર ખેંચી લીધો. ત્યારબાદ તેઓએ તેને કપડાં ઉતારીને જાહેરમાં માર માર્યો. "હું બહાર ઉભો હતો. પછી પિન્ટુ યાદવ અને તેના સાથી શુભમ યાદવે મને ધક્કો માર્યો... ત્યારબાદ, બન્નેએ મારા કપડાં ફાડી નાખ્યા અને મારા મોઢા પર મુક્કા માર્યા હતા. પિન્ટુ યાદવનું અમારા ઘર નીચે ફિટનેસ સેન્ટર છે." પીડિતાએ પત્રકારોને જણાવ્યું કે તેમના પુત્રના લગ્ન 10 દિવસમાં થવાના છે. તેણે વધુમાં ઉમેર્યું કે ઘટના પછી, તેના બન્ને પુત્રો ઘરની બહાર નીકળી ગયા અને તેમના ફોન બંધ થઈ ગયા.
"આ મિલકત અમારા નામે છે. શું અમે પોતાની મિલકત પર ન રહી શકીએ? તે દિવસે, હું અને મારા પતિ ઘરની બહાર ઉભા હતા. તે જ સમયે, શુભમ યાદવ નામનો એક છોકરો આવ્યો અને મારા પતિને પકડી લીધો. જ્યારે મેં મારા પતિને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પિન્ટુ યાદવ નામનો એક વ્યક્તિ આવ્યો. તેણે તેની થાર કાર એટલી ઝડપથી રોકી કે મારો પતિ મારતા મારતા બચી ગયો," પીડિતની પત્નીએ જણાવ્યું. "વિકાસ યાદવ, પિન્ટુ યાદવ અને શુભમ યાદવે મારા પતિને મારવાનું શરૂ કર્યું. હું મારા પતિને બચાવી શકું તે પહેલાં, તેઓએ તેમને જમીન પર ફેંકી દીધા અને મને દૂર ધકેલી દીધી. તેઓએ મારા પેટમાં લાત મારી, મારા વાળ ખેંચી લીધા. તેઓએ મને ખૂબ અપમાનિત કરી... હું મદદ માટે પોલીસ સ્ટેશન દોડી ગઈ. જ્યાં સુધી આ લોકો ઘરમાં ઘૂસી ગયા અને મારા પુત્રને ખેંચીને લઈ ગયા. તેઓએ તેના બધા કપડાં ઉતારી નાખ્યા. તેને નગ્ન માર મારવામાં આવ્યો. લોકો જોઈ રહ્યા હતા. મારો પુત્ર હાથ જોડીને વિનંતી કરતો રહ્યો," મહિલાએ ઉમેર્યું.
ફરિયાદના આધારે, ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ લક્ષ્મી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે યાદવની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હજી પણ ફરાર છે. ફરાર આરોપીને પકડવા માટે આ કેસમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.