21 August, 2024 09:30 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતમાં હાલમાં માણસાઈને ખરે ખર લોકોએ ત્યજી દીધી હોય તેવું સામે આવ્યું છે. તાજેતરમાં કોલકાતામાં મહિલા તાલીમાર્થી ડૉક્ટર પર અત્યાચાર (Kolkata Rape and Murder Case) કરી તેની હત્યાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે, પરંતુ આ ઘટનાને લઈને દેશમાં એવું પણ વિચારનારા લોકો છે કે માનવતાનું સૌથી ક્રૂર રૂપ દેખાઈ રહ્યું છે એવું કહી શકાય. મહિલા ડૉક્ટર પર થયેલો બળાત્કારના વીડિયોને હજારો નરાધમોએ ઇન્ટરનેટ પરની પોર્ન સાઇટ પર સર્ચ સર્ચ કર્યું હોવાનું ગૂગલ સર્ચમાં ખુલાસો થયો હતો. 31 વર્ષીય ડૉક્ટરની હત્યા કરવા પહેલા તેના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. કમનસીબે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં પીડિતા સાથે થયેલા દુષ્કર્મ અને તેના શરીરની તસવીરો ક્લિક કરીને તેને અનેક સાઇટ્સ પર પોસ્ટ કરવામાં આવી હતી. હવે, મેડિકલ સ્ટાફ સહિત દેશના નાગરિકો પણ આ ઘટનાનો વિરોધ કરતી રેલીઓ અને કેન્ડલ માર્ચ કરવાનું શરૂ કર્યું છે તેમ છતાં સમાજના અમુક લોકોએ આ બધા સાથે અન્યાય કર્યો છે અને તેઓ બેશરમીથી ઇન્ટરનેટ પર ડૉક્ટરના ફોટા અને તેના બળાત્કારના વીડિયો શોધી રહ્યા છે.
અહેવાલ મુજબ, ગૂગલ પર આવા ખલેલ પહોંચાડનારા સર્ચ ટ્રેન્ડમાં પીડિતાના ફોટા અને વીડિયોનો (Kolkata Rape and Murder Case) તેમ જ પીડિતાના "બળાત્કાર પોર્ન" માટે આ શબ્દ સૌથી વધુ લોકોએ સર્ચ કર્યો છે. તેમ જ આ ચોંકાવનારી માહિતી સામે આવતા હજી પણ ગૂગલ પર આ પ્રકારના સર્ચ કરવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ગૂગલ ટ્રેન્ડ્સ પર સર્ચ કરતાં સામે આવ્યું કે પીડિતાના નામ પછી "વીડિયો", "રેપ વીડિયો" જેવા શબ્દો ભારતમાં ખાસ કરીને છેલ્લા સાત દિવસથી સતત ટ્રેન્ડમાં આવી રહ્યા છે. પીડિતાના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તે બાદ તેના પર હિંસક જાતીય હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું અને હવે નવા પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. છેલ્લા સાત દિવસમાં મીડિયા સાથે શૅર કરવામાં આવ્યા હતા, તેમાં જાતીય હુમલાના પુરાવા જાહેર કરવામાં આવ્યા હતા અને શરીર પર 16 બાહ્ય અને નવ આંતરિક ઈજાના નિશાન હતા.
અહીં જણાવવાનું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 72 મુજબ, જે કોઈ વ્યક્તિ બળાત્કાર અથવા જાતીય (Kolkata Rape and Murder Case) હુમલા જેવા ગુનાનો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ છતી કરી શકે તે નામ અથવા કોઈપણ માહિતી છાપે છે અથવા પ્રકાશિત કરે છે, તેને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. તેમ છતાં કોલકાતા બળાત્કાર-હત્યા પીડિતાની ઓળખ વ્યાપકપણે શૅર કરવામાં આવી હતી. મંગળવારે બળાત્કાર કેસની તપાસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ફ્લેગ આપ્યો કે આરજી કાર હોસ્પિટલ પીડિતાની ઓળખ સમગ્ર ભારતમાં વ્યાપકપણે શૅર કરવામાં આવે નહીં.