08 October, 2024 01:14 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
મુખ્ય આરોપી સંજય રૉય
કલકત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૯ ઑગસ્ટે ૩૧ વર્ષની જુનિયર ડૉક્ટર પર બળાત્કાર બાદ તેની હત્યા કરવાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ચાર્જશીટ દાખલ કરી છે અને એમાં મુખ્ય આરોપી સંજય રૉય પર બળાત્કાર બાદ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કલકત્તાની સ્પેશ્યલ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આરોપી સંજય રૉય સિવિક વૉલન્ટિયર હતો અને જુનિયર ડૉક્ટર સેમિનાર રૂમમાં સૂવા ગઈ ત્યારે તેણે આ ગુનો આચર્યો હતો. પીડિતા પર ગૅન્ગ-રેપની શક્યતા નકારવામાં આવી હતી.