જાણો રામાયણની મંથરા કોણ હતી, જેના લીધે મળ્યો શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ

28 July, 2020 07:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

જાણો રામાયણની મંથરા કોણ હતી, જેના લીધે મળ્યો શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ

ફાઈલ તસવીર

રામાયણમાં મંથરાનું પાત્ર ખૂબ મહત્વનું છે. મંથરાનું ચરિત્ર રામાયણની કથા બદલી દે છે. મંથરાના કારણે જ ભગવાન શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. આખરે આ મંથરા કોણ હતી અને રાણી કૈકેયી સાથે હંમેશા કેમ રહેતી હતી? મંથરાના ઈશારે ચાલીને રાણી કૈકેયીએ એના પુત્ર ભરતને રાજ ગાદી મળે એ માટે મંથરાની વાતમાં આવીને રામ ભગવાનને 14 વર્ષનો વનવાસ મળે છે.

અશ્વપતિ સમ્રાટની પુત્રી કૈકેયીના લગ્ન અયોધ્યાના રાજા દશરથ સાથે થયા હતા ત્યારે રાણી કૈકેયી દાસી મંથરાને પિયરથી એની સાથે લઈ આવી હતી. જણાવી દઈએ કે કૈકેયી ઘણી સુંદર, સુશીલ અને ગુણી રાણી હતી. તે દશરથ રાજાની સૌથી પ્રિય રાણી હતી.

હવે સવાલ એ છે કે કૈકેયી મંથરાને પોતાની સાથે લઈને કેમ આવી હતી? એક દંતકથા અનુસાર કૈકેયીના પિતાના ભાઈ વૃહદશ્વની દીકરી રેખા અને કૈકેયી બાળપણમાંથી જ સાથે અને એક બન્ને સહેલી હતી. રેખા ઘણી બુદ્ધિમાન હતી. અને રેખા બાળપણમાં એક બિમારીનો શિકાર બની જાય છે. આ બિમારીના લીધે એનું આખું શરીર પસીનાથી ભીંજાઈ જાય છે અને તેને સખત પાણીની તરસ લાગતી હોય છે.

એક દિવસ રેખાને પાણીની ઘણી તરસ લાગી જાય છે અને તે એલચી, મિશરી અને ચંદનથી બનેલું પીણું પી લે છે પરંતુ એ પીણું પીવાથી એના શરીરના બધા અંગો કામ કરવાનું બંધ કરી દે છે. રેખાના પિતાએ એની સારવાર પણ કરાવી પરંતુ એના કરોડરજ્જુ હંમેશા માટે કામ કરતા બંધ થઈ ગયા અને તે વાકી થઈ ગઈ. રેખા જ મંથરા હતી અને તે કમરથી વાકી થઈ જાય છે લીધે એના લગ્ન નહીં થયા. તેમ જ કૈકેયીના લગ્ન સમયે એમની અંગરક્ષિકા બનીને અયોધ્યા આવી જાય છે અને કૈકેયીના નાની-નાની વાતે કાન ભરતી હોય છે અને રાણી કૈકેયી પણ એની વાતમાં આવી જાય છે.

બીજી એક દંતકથા અનુસાર દાસી મંથરા એક ગાંધર્વ કન્યા હતી અને તેમણે દેવરાજ ઈન્દ્રએ પહેલેથી જ ભગવાન શ્રીરામને વનવાસ મળે તે માટે પૃથ્વી પર મોકલી દીધી હતી. જેથી કહેવાય છે કે મંથરાના જીભ પર માતા સરસ્વતીનો વાસ હતો. તેના જ કારણે મંથરાના મોંઢામાંથી ભગવાન શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ મળે એવું નીકળ્યું હતું અને રાણી કૈકેયીના પુત્ર ભરતને અયોધ્યાનું રાજ્ય મળે એવું ષડયંત્ર રચ્યું હતું.

આ પણ જુઓ : અમિતાભ બચ્ચનની હિરોઈન રહી ચૂકી છે 'રામાયણ'ની કૈકેયી, જુઓ તસવીરો

આપણ અત્યાર સુધી જેને એક દુષ્ટ દાસી મંથરા તરીકે ઓળખતા હતા, તે હકીકતમાં એક અપ્સરા હતી અને તેનો જન્મ માત્ર ભગવાન શ્રીરામને વનવાસ મોકલવા માટે જ થયો હતો. જેથી ભગવાન શ્રીરામના હાથે રાવણ, રાક્ષસો અને દૈત્યોને ખતમ કરી શકે અને ભગવાનના હાથેથી એમને મોક્ષ પ્રાપ્ત થાય.

national news ramayan