16 April, 2025 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ મસ્જિદોમાં ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ મસ્જિદોમાં ગેરકાયદે લાઉડસ્પીકર હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. કિરીટ સોમૈયા ગઈ કાલે બીડની મુલાકાતે હતા ત્યારે પરલીથી પાછા ફરતી વખતે મુસ્લિમોએ તેમની કારના કાફલાને રોકવાનો પ્રયાસ કરીને કાળા ઝંડા દેખાડ્યા હતા. બીડમાં બંગલાદેશીઓને ભારતના નાગરિક હોવાના ડૉક્યુમેન્ટ્સ બનાવીને આપવામાં આવતા હોવાની માહિતી મળ્યા બાદ કિરીટ સોમૈયાએ બીડ જિલ્લાના કેટલાક વિસ્તારની મુલાકાત લીધી હતી.