કર્ણાટકમાં ખિલ્યું કમળ, ચોથી વાર મુખ્યમંત્રી બન્યા યેદિયુરપ્પા

26 July, 2019 07:56 PM IST  |  કર્ણાટક

કર્ણાટકમાં ખિલ્યું કમળ, ચોથી વાર મુખ્યમંત્રી બન્યા યેદિયુરપ્પા

તસવીર સૌજન્યઃ ANI

કર્ણાટક ભાજપના અધ્યક્ષ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આ સાથે જ તેઓ ચોથીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. શપથ લેતા રહેલા યેદિયુરપ્પા ભાજપના કાર્યાલય ગયા. ત્યાર બાદ તેમએ કડૂ મલ્લેશ્વર મંદિર પહોંચીને પૂજા અર્ચના કરી. મહત્વનું છે કે યેદિયુરપ્પાએ શુક્રવારે લગભગ સવારે 10 વાગ્યે રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેમણે રાજ્યપાલ પાસે આજે જ શપથગ્રહણ સમારોહ આયોજિત કરવાની મંજૂરી માંગી જેને પણ રાજ્યપાલ માની લીધી.

યેદિયુરપ્પાએ 31 જુલાઈ સુધીમાં વિધાનસભામાં બહુમત સાબિત કરવો પડશે. ભાજપની અસલી પરીક્ષા ત્યારે જ થશે. કારણ કે વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારે હજુ પણ 14 બાકીના બાગી ધારાસભ્યોની કિસ્મતનો નિર્ણય નથી કર્યો. એવામાં સદનમાં ધારાસભ્યોની સંખ્યા 222 છે. ભાજપે બહુમતિ માટે 112 ધારાસભ્યો જોઈશે. ભાજપ પાસે 106 ધારાસભ્યો છે. સવાલ એ છે કે ભાજપ નવી પરિસ્થિતિઓમાં છ વધુ ધારાસભ્યોનું સમર્થન કેવી રીતે મેળવશે.

કર્ણાટકમાં ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ગુરૂવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું અને આગામી રણનીતિ નક્કી કરી. ત્યાં જ સુપ્રીમ કોર્ટે ગુરૂવારે બે અપક્ષ ધારાસભ્યો આર. શંકર અને એચ. નાગેશને તેમની અરજી પાછી લેવાની મંજૂરી આપી. અરજીમાં કુમારસ્વામી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ મત પર તાત્કાલિક શક્તિ પરીક્ષણ કરાવવાના નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો હતો.

આ પણ જુઓઃ જ્યારે રેમ્પ પર મલાઈકા અને ક્રિતીએ વિખેર્યો જાદૂ, જુઓ તસવીરો

આ વચ્ચે, રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે હાલની રાજનૈતિક સ્થિતિમાં કોઈ પણ સ્થિર સરકાર નહીં આપી શકે. ત્યાં જ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરમૈયાએ મીડિયામાં આવેલા એ ખબરોને ફગાવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે કુમારસ્વામીના નેતૃત્વ વાળી ગઠબંધન સરકારના અસ્થિર કરવા માટે તેમણે જ નારાજ ધારાસભ્યોને રાજીનામું આપવા માટે ઉકસાવ્યા હતા.

karnataka national news