Karnataka Acid Incident: એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ત્રણ યુવતીઓ પર ફેંક્યું એસિડ

04 March, 2024 06:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Karnataka Acid Incident: પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી યુવકે જણાવ્યું કે પીડિત વિદ્યાર્થિનીએ તેનો પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો, જેના કારણે તેને દુઃખ થયું હતું અને તેણે આ પગલું ભર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

Karnataka Acid Incident:  કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લાના કડાબા શહેરમાં આવેલી સરકારી કોલેજમાં એક યુવકે ત્રણ વિદ્યાર્થીનીઓ પર એસિડ ફેંક્યું હતું. જેના કારણે ત્રણેય દાઝી ગયા અને તેમાંથી એકની હાલત ગંભીર છે. ઘટના (Karnataka Acid Incident) વિશે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુવકની ઓળખ 23 વર્ષીય અબીન શિબી તરીકે થઈ છે, જે કેરળના મલપ્પુરમ જિલ્લાના નિલામ્બુરનો રહેવાસી છે.

પ્રેમ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો

દક્ષિણ કન્નડ જિલ્લાના પોલીસ અધિક્ષક રિસ્યન્થે જણાવ્યું હતું કે, "કેરળના મલપ્પુરમ જિલ્લાના નિલામ્બુર તાલુકાનો 23 વર્ષીય યુવક અબીન, મલપ્પુરમ જિલ્લાના 17 વર્ષીય વિદ્યાર્થી સાથે પહેલાથી જ પરિચિત હતો, જે બાદમાં કડાબામાં  સરકારી પ્રી યુનિવર્સિટી કોલેજમાં અભ્યાસ કરવા ગઈ હતી." પૂછપરછ દરમિયાન અબિને પોલીસને જણાવ્યું કે પીડિત વિદ્યાર્થીમાંથી એકે તેના પ્રેમ પ્રસ્તાવને ફગાવી દીધો હતો, જેના કારણે તેને દુઃખ થયું હતું અને તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. હુમલાખોરે પોલીસ અધિકારીઓને જણાવ્યું કે તેણે માત્ર છોકરીને જ નિશાન બનાવ્યું હતું, પરંતુ એસિડ તેની પાસે બેઠેલી અન્ય બે છોકરીઓ પર પણ પડ્યું હતું.

અન્ય બે વિદ્યાર્થીનીઓ પણ દાઝી ગઈ હતી

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અન્ય બે છોકરીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના બાદ છોકરીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. તે ક્લાસરૂમમાં બેસી  પ્રી-યુનિવર્સિટી કોર્સ (PUC)ની તૈયારી કરી રહી હતી ત્યારે એક યુવકે તેના પર એસિડ ફેંક્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે યુવકે પોતાની ઓળખ છુપાવવા માસ્ક અને કેપ પહેરેલી હતી. તે ભરેલી બોટલ સાથે વિદ્યાર્થિનીઓની નજીક આવ્યો હતો અને તેના ચહેરાઓ પર એસિડ ફેંકી દીધું. 

હુમલાખોર સ્કૂલ યુનિફોર્મમાં હતો

અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરે સ્કૂલ યુનિફોર્મ પહેર્યો હતો, તેથી તેણે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો, જેના પગલે તેણે આ ગુનો કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે તેને સ્કૂલ યુનિફોર્મ કોણે આપ્યો. હુમલા બાદ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘટનાના સાક્ષી બનેલા સ્થાનિક લોકોએ તેનો પીછો કરીને તેને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. અધિકારીએ કહ્યું, પીડિતોને કડાબાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોકટરોએ પરિવારને વધુ સારી સારવાર માટે મેંગલુરુ લઈ જવાની સલાહ આપી હતી કારણ કે તેમના ચહેરા ખરાબ રીતે દાઝી ગયા હતા. (ઈનપુટ- ભાષા)

Crime News karnataka national news bengaluru