જોશીમઠની સમસ્યાની ૨૨મી એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા પર અસર નહીં થાય, રાજ્ય સરકારનો દાવો

29 January, 2023 09:38 AM IST  |  Joshimath | Gujarati Mid-day Correspondent

આ વર્ષે બદરીનાથના પ્રવેશદ્વાર જોશીમઠમાં ભૂસ્ખલન અને જમીન ધસી પડવાના કારણે સંકટ સરજાયું છે

ફાઇલ તસવીર

દેહરાદૂન : છ મહિનાના બ્રેક બાદ આ વર્ષ માટેની ચારધામ યાત્રાની શરૂઆત બાવીસમી એપ્રિલથી થશે. ૨૭ એપ્રિલે સવારે ૭.૧૦ વાગ્યે બદરીનાથ ધામના કપાટ ખૂલશે. આ વર્ષે બદરીનાથના પ્રવેશદ્વાર જોશીમઠમાં ભૂસ્ખલન અને જમીન ધસી પડવાના કારણે સંકટ સરજાયું છે. અનેક મકાનો અને હોટેલોમાં જ નહીં, પરંતુ રસ્તાઓ પર પણ તિરાડ પડી છે. જોકે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે જોશીમઠની સમસ્યાની આ યાત્રાની તૈયારીઓ પર કોઈ અસર નહીં થાય. હેલંગ બાયપાસ રોડ બદરીનાથ જવા માટે વૈકલ્પિક રૂટ બની શક્યો હોત. જોકે જોશીમઠના સ્થાનિક લોકોના વિરોધ અને એક્સપર્ટ્સની સલાહને ધ્યાનમાં રાખીને આ રોડ માટેનું કામકાજ અટકી ગયું છે.

national news uttarakhand