16 વર્ષની દુલ્હનને 45 વર્ષના પિતાની વયના માણસ સાથે પરણાવી, પછી થયું કંઇક એવું...

13 March, 2023 07:57 PM IST  |  Jodhpur | Gujarati Mid-day Online Correspondent

જોધપુર જિલ્લામાં એક 16 વર્ષની બાળકીના પિતાની ઊંમરના શખ્સ સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા. દુલ્હાની ઊંમર 45 વર્ષ કહેવામાં આવી છે. હકિકતે, આ વિવાહની પાછળ પણ એક સ્ટોરી છે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં જ્યાં શક્તિ સ્વરૂપા દેવીની આરાધના-ઉપાસના કરવામાં આવે છે, ત્યાં દીકરીઓ સાથે ક્રૂરતાથી અન્યાય પણ કરવામાં આવે છે. હસવા-રમવા અને ભણવાની ઊંમરમાં તેમને દુલ્હન બનાવીને વિવાહ મંડપમાં બેસાડી દેવામાં આવે છે. આ સામાજિક કુરીતિની સાથે સાથે હવે કાયદાકીય ગુનો પણ છે. તેમ છતાં દેશના જુદે જુદે ખૂણેથી હજી પણ બાળવિવાહના કેસ સમયાંતરે સામે આવે છે. આવી જ એક ઘટના રાજસ્થાનના જોધપુર જિલ્લામાંથી સામે આવી છે. આ ઘટના  માત્ર કાયદાના સંરક્ષક માટે જ નહીં પણ સમાજના દ્વિમુખી ચરિત્રને પણ ઉજાગર કરે છે. એક તરફ પોલીસ-પ્રશાસનને બાલવિવાહ વિશે અંદાજ પણ નથી લાગતી તો બીજી તરફ સમાજમાંથી પણ આની વિરુદ્ધ અવાજ નથી ઊઠ્યો.

મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, જોધપુર જિલ્લામાં એક 16 વર્ષની બાળકીના પિતાની ઊંમરના શખ્સ સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા. દુલ્હાની ઊંમર 45 વર્ષ કહેવામાં આવી છે. હકિકતે, આ વિવાહની પાછળ પણ એક સ્ટોરી છે. સગીર કિશોરીની મોટી બહેન (ઊંમર 22 વર્ષ)નાં લગ્ન તે અધેડ ઊંમરના શખ્સ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે યુવતીને ખબર પડી કે દુલ્હાની ઊંમર તેના કરતાં બમણાંથી પણ વધારે છે તો તે ભાગી ગઈ. આરોપ છે કે યુવતીના માસા-માસીએ લગ્ન કરાવવા માટે પૈસા લીધા હતા. યુવતીના ઘરમાંથી ભાગી જવાની માહિતી મળતા પરિવારજનોના પગ નીચેની જમીન સરકી ગઈ. ઉતાવળમાં તેમણે દુલ્હનની નાની બહેનને દુલ્હન બનાવવાનો નિર્ણય લીધો. આ રીતે 16 વર્ષની કિશોરી સાથે 45 વર્ષના અધેડના લગ્ન કરાવવામાં આવ્યા.

ઘરમાંથી ભાગેલી યુવતી હતી બાળવિધવા
ફલોદી (જોધપુર) રહેવાસી યુવતીએ પોતાની પીડાદાયક કહાણી સંભળાવી. યુવતીએ જણાવ્યું કે 13 વર્ષની ઉંમરમાં જ તેના લગ્ન કરાવી દીધા હતા. વિવાહના લગભગ 40 દિવસ પછી જ તેના પતિનું મૃત્યુ થઈ ગયું હતું. આ રીતે તે બાળવિધવા થઈ ગઈ હતી. યુવતીએ જણાવ્યું કે તેને તે સમયે આની ખબર પણ નહોતી. તે જ્યારે 18 વર્ષની થઈ હતી તો ખબર પડી કે 5 વર્ષ પહેલા તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા અને તે બાળવિધવા છે. તેણે જણાવ્યું કે તેના પહેલા લગ્ન પૈસા બચાવવા માટે કરાવવામાં આવ્યા હતા, જ્યારે બીજા લગ્ન પૈસા કમાવવા માટે કરાવવામાં આવતા હતા. જ્યારે તેને ખબર પડી કે તેનો થનારો પતિ 45 વર્ષનો છે તો તે ઘરમાંથી ભાગી ગઈ. ત્યાર બાદ તેની નાની બહેન (16 વર્ષ)ને દુલ્હન બનાવી દેવામાં આવે.

આ પણ વાંચો : Mumbai: જોગેશ્વરી બાદ હવે મલાડમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

દીકરીએ પિતા વિરુદ્ધ નોંધાવ્યો કેસ
બમણાંથી પણ વધારેની ઊંમરના દુલ્હા સાથે સાત ફેરા લેવાની ના પાડી દીધા બાદ યુવતી ઘરમાંથી ભાગી ગઈ હતી. તેમણે સ્થાનિક થાણાંમાં પિતા સહિત 4 લોકો વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેના પબેલા લગ્ન થયા તો તેને ખબર પણ નહોતી કે વિવાહ શું હોય છે. તે ભણવા માગતી હતી. તેમના પ્રમાણે તે 3 બહેન અને એક ભાઈ છે. મોટી બહેનના લગ્ન પહેલાથી જ કરાવી દેવામાં આવ્યા છે. યુવતીએ જણાવ્યું કે પરિજન દીકરીને બોજ માનતા હતા અને કહેતા હતા કે તેમને ભણાવીને શું કરશે. આથી કાચી ઊંમરમાં જ લગ્ન કરાવી દીધા હતા

national news rajasthan jodhpur Crime News crime branch