જમ્મુ-કાશ્મીરના પુંછમાં મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી; બે લોકોના મોત અને 20 ઘાયલ

07 May, 2025 07:03 AM IST  |  Srinagar | Gujarati Mid-day Online Correspondent

Jammu and Kashmir Bus Accident: જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં આજે સવારે મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી જતા બે લોકોના દુઃખદ મોત થયા અને ૨૦ લોકો ઘાયલ થયા; અન્ય ઘાયલોને બચાવાની કામગીરી ચાલુ

પુંચમાં બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકી જતાં એક ઘાયલને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના પુંછ (Poonch)માં એક દુ:ખદ અકસ્માત (Jammu and Kashmir Bus Accident) થયો. આજે સવારે અહીં એક બસ નિયંત્રણ ગુમાવીને ખાડામાં પડી ગઈ. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને ૨૦ લોકો ઘાયલ થયા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં એક ખાનગી પેસેન્જર બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી ગઈ, જેમાં બે લોકોના મોત થયા અને ૨૦ અન્ય ઘાયલ થયા. તેમણે જણાવ્યું કે, બસ ઘાની ગામથી મેંધાર જઈ રહી હતી, ત્યારે સવારે લગભગ ૯.૨૦ વાગ્યે માનકોટ વિસ્તારમાં સાંગરા નજીક આ અકસ્માત થયો. આ ઘટનામાં, બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બેતાળીસ અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને બચાવવામાં આવી રહ્યા છે.

પુંછમાં થયેલા આ અકસ્માતમાં ૪૫ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ, ઘાયલોને GMC રાજૌરી રિફર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બસ મેંઢર તરફ જઈ રહી હતી ત્યારે ખોડ ધારા નજીક ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો. સમાચાર મળતા જ પોલીસ, સેના અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી છે. વધુ માહિતીની રાહ જોવા રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પણ થયો હતો અકસ્માત

રવિવારે રામબન (Ramban) જિલ્લામાં એક વાહન રસ્તા પરથી લપસી ગયું હતું. આમાં ત્રણ સેનાના જવાનોના મોત થયા હતા. વાહન રસ્તા પરથી લપસીને ૭૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ સંદર્ભમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેનાનો ટ્રક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ (National Highway 44) પર જમ્મુથી શ્રીનગર (Srinagar) જઈ રહેલા કાફલાનો ભાગ હતો ત્યારે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે બેટરી ચશ્મા નજીક અકસ્માત થયો હતો. અકસ્માતમાં ત્રણ સૈનિકોના મોત થયા હતા. સેનાના અધિકારીઓએ માહિતી આપી હતી કે સેના, પોલીસ, SDRF અને સ્થાનિક સ્વયંસેવકોએ તાત્કાલિક સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી હતી અને વાહનમાં મુસાફરી કરી રહેલા ત્રણ સૈનિકો સ્થળ પર જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનામાં માર્યા ગયેલા સૈનિકોની ઓળખ સુજીત કુમાર, અમિત કુમાર અને માન બહાદુર તરીકે થઈ છે.

એપ્રિલમાં પુંછમાં થયો હતો અકસ્માત

આ પહેલા ૧૦ એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના મેંઢર વિસ્તારમાં એક ટાટા સુમો વાહન રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતાં સાત મહિલાઓ સહિત નવ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાહન JK03C-5203 એ કાબુ ગુમાવ્યો હતો અને લગભગ ૧૦૦ મીટર નીચે ઊંડી ખીણમાં પડી ગયું હતું.

poonch jammu and kashmir road accident national news news